ગુજરાતની 62 વર્ષની મહિલાના શરીરમાંથી 200 જેટલા મધુમાખીના ડંખ કાઢ્યા ડોક્ટરોએ

ગુજરાતના નવસારી જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની, પરંતુ આ ઘટનાએ ડોક્ટરોનું કામ કેવું અઘરું હોય છે, તે સાબિત કર્યું છે. વાસંદા ગામમાં ખેતરમાં કામ કરતી એક 62 વર્ષીય મહિલા પર અચાનક મધમાખીના ઝૂંડે હુમલો કર્યો હતો.
મહિલાના આખા શરીર પર, માથા પર મધુમાખીએ ડંખ માર્યા હતા. મહિલા મધમાખીના ડંખથી આખી વિંધાઈ ગઈ હતી.
જોકે 62 વર્ષીય મહિલાએ ભારે હિંમત બતાવી. તેની ચીસો સાંભળનાર આસપાસમાં તો કોઈ ન હતું તેથી તે દોડીને બાજુના ખેતરમાં પહોંચી હતી, જે 200 મીટર દૂર હતું. મહિલા દોડતી ત્યાં પહોંચી ત્યારે ત્યાં હાજર મજૂરો તેની મદદે આવ્યા અને તેમણે બન્ને તેટલી સારવાર મહિલાઓને કરી. મહિલાને મધુમાખીના શરીર પર ડંખ મારી તેને ઘાયલ કરી નાખી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં સાત વર્ષના બાળકના પેટમાંથી વાળનો ગુચ્છો કાઢતા મળ્યું નવજીવન
ત્યારબાદ ગામના લોકો અને સરપંચ ભેગા થયા હતા અને તેમણે મહિલાને નજીકના પ્રતાપગઢની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં ડોક્ટરોની ટીમ કામે લાગી અને તેમણે મહિલાના શરીરમાંથી લગભગ 200 જેટલા ડંખ બહાર કાઢ્યા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મહિલા હવે સ્વસ્થ છે, પરંતુ તેની સારવાર થોડા સમય સુધી ચાલુ રહશે.
આ ઘટના બાદ ખેતરો આસપાસના વૃક્ષો પર બનેલા મધમાખીના પુડાનો વિષય ગ્રામજનોએ સ્થાનિક તંત્ર સામે ધર્યો હતો અને તંત્રએ હવે અમુક મધપુડાઓને ત્યાંથી હટાવવાની કામગીરી હાથ ધરી છે.