Top Newsનવસારી

બિલિમોરામાં સપનું આવતાં યુવતીએ બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાંખી

નવસારીઃ બિલિમોરમાં એક ચોંકવાનારી ઘટના બની હતી. માતાને સપનું આવતા બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી હતી. તેમજ સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. ફિલ્મ વશ જેવી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો

બિલિમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી રાત્રે એક મહિલાને સપનુ આવ્યું કે તારા બાળકોને મારી નાંખ. જેથી મહિલાએ જાગીને બાજુમાં સુતેલા તેના બાળકોનું ગળું દબાવી દીધુ હતું. જે બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સસરા ભાગી છુટ્યા હતા અને બુમાબુમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.

ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પોલીસે મહિલાને ગળાફાંસો ખાતા અટકાવીને ઝડપી લીધી હતી અને બંને બાળકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી હતી. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની પોલીસે તપાસ શરૂ કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button