જો તું અમારી વાત નહીં માને તો… કહી 8 લબરમૂછીયાએ સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો…

સુરતઃ ગુજરાતમાં બહેન-દીકરીએ સલામત હોવાના ગાણા ગાવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાંથી 14 વર્ષીય સગીરાનું ઘર આંગણેથી અપહરણ કરી 8 લબરમૂછીયાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. રાત્રિના સમયે સગીરા ઘરની બહાર નીકળી ત્યારે બાઈક ઉપર અપહરણ કરી પીપલખેડ ખાતે એક રૂમમાં પૂરીને 8 નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, સગીરા રાત્રે તેના ઘરની બહાર લઘુશંકા માટે નીકળી હતી. આ દરમિયાન તેના ઘરની બહાર ટાંપીને બેઠેલા ત્રણ અજાણ્યા યુવાનોએ મોઢું દબાવીને બળજબરીપૂર્વક મોટર સાઈકલ પર બેસાડી નજીકના ચેકડેમ પાસે લઈ ગયા હતા. જ્યાં એક આરોપીને ફોર વ્હીલ લઈને બોલાવ્યો હતો. ચેકેડમ પાસે અન્ય આરોપીઓ પણ ઉભા હતા. તમામ સગીરાને પીપલખેડ ગામની પાણીની ટીાંકી પાસે આવેલા એક રૂમમાં લઈ ગયા હતા. રૂમમાં લઈ ગયા બાદ નરાધમોએ તેને કપડાં ઉતારવા દબાણ કર્યું હતું.
જો તું અમારી વાત નહીં માને તો…
સગીરાએ પ્રતિકાર કરતાં આરોપીઓે તેને દીવાલ સાથે માથું ભટકાવીને ધમકી આપી હતી કે જો તું અમારી વાત નહીં માને તો અને અમારી સાથે શરીરસંબંધ નહીં બાંધે તો અમે તને પતાવી દઈશું. ધમકીના કારણે તે ગભરાઈ ગઈ હતી. જે બાદ નરધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.
મોડી રાત્રે સગીરા જેમ તેમ કરી પોતાના ઘરે પરત ફરી હતી. ઘરના દરવાજો બંધ હોવાથી તેણી ઘરની બહાર પાર્ક કરેલી વાનમાં ઉંઘી ગઈ હતી. વહેલી સવારે સાડા પાંચ વાગ્યે સગીરાના પિતા જાગ્યા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સગીરાએ સઘળી હકીકત જણાવતાં તેની માતાએ વાસંદા પોલીસ સ્ટેશનમાં આઠેય નરાધમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે શું કહ્યું
પોલીસ ગંભીરતાને ધ્યાને લઈ ગુનો નોંઘી આઠેય નરાધમોને પકડી પાડ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મોટાભાગના લબરમૂછિયા એટલે કે 18 થી 20 વર્ષના છે. જેમાંથી એક સગીર છે. આઠમાંથી ત્રણ યુવાનો આ સગીરાના પરિચયમાં હતા. તેણે સગીરાને બોલાવી હતી.



