બીલીમોરામાં ચાલુ રાઈડ અચાનક તૂટી પડતા બાળકો સહિત 5 લોકોને ઇજા; પોલીસે તમામ રાઈડ બંધ કરાવી | મુંબઈ સમાચાર
નવસારી

બીલીમોરામાં ચાલુ રાઈડ અચાનક તૂટી પડતા બાળકો સહિત 5 લોકોને ઇજા; પોલીસે તમામ રાઈડ બંધ કરાવી

નવસારી: હાલ જન્માષ્ટમીના પર્વને લઈને સમગ્ર રાજ્યમાં લોકમેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવસારીના બીલીમોરામાં આયોજીત સોમનાથ લોકમેળામાં એક દુર્ઘટના સર્જાય હતી. બીલીમોરા લોકમેળામાં અચાનક ટાવર રાઈડ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ પાંચ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.

મળતી વિગતો અનુસાર બીલીમોરામાં આયોજિત લોકમેળામાં ચાલુ ટાવર રાઈડ તૂટી પડવાની ઘટના સર્જાય હતી, જેના કારણે લોકમેળામાં ભાગદોડ મચી જવા પામી હતી. વળી રાઈડ ચાલુ હતી તે દરમિયાન તૂટી પડી હતી. રાઈડ તૂટી પડવાની ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટર સહીત કુલ પાંચ લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલો છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રાઈડ કઈ રીતે તૂટી પડી તે અંગે તપાસ આદરી હતી, જો કે રાઈડ તૂટી પડવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નહોતું. આ ઘટના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસ દ્વારા લોકમેળાની તમામ રાઇડને બંધ કરાવી દેવામાં આવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button