નવસારી

નવસારીના ગણદેવીમાં ચમત્કાર: ફોર્ચ્યુનર નીચે આવી ગયેલું બાળક હેમખેમ!

નવસારી: સામાન્ય રીતે અકસ્માતની ઘટનાઓમાં ગંભીર ઈજાઓ કે મૃત્યુના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ કેટલીકવાર એવા કિસ્સાઓ પણ બને છે જે ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાર્થક કરે છે. આવો જ એક આશ્ચર્યજનક અને ચમત્કારિક કિસ્સો ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીમાં બન્યો છે, જ્યાં એક ૩ વર્ષનું બાળક ફોર્ચ્યુનર કારની નીચે આવી ગયા બાદ પણ હેમખેમ બચી ગયું.

આ ઘટના ગણદેવીમાં બની હતી જ્યાં બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યું હતું. અચાનક સામેથી એક ફોર્ચ્યુનર કાર આવી અને બાળક તેની નીચે આવી ગયું. જોકે, આ સમયે પરિવારના સભ્યો અને વાહનચાલકની ત્વરિત સતર્કતા અને સમયસૂચકતાએ બાળકના જીવનો આબાદ બચાવ કર્યો હતો.

સમગ્ર ઘટના બાળકના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બાળક રમતા રમતા અચાનક કારની નીચે આવી જાય છે અને કેવી રીતે તત્કાળ કાર્યવાહીથી તેનો જીવ બચી જાય છે. આ દ્રશ્યો ખરેખર હૃદયદ્રાવક હોવા છતાં બાળકના બચી જવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટના દર્શાવે છે કે નાના બાળકોને ઘરની બહાર રમવા દેતી વખતે કેટલી કાળજી રાખવી જરૂરી છે. સદભાગ્યે આ કિસ્સામાં પરિવારજનો અને કારચાલકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી અને બાળકે જાણે મોતને હાથતાળી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button