નર્મદા ડેમની સપાટી સીઝનમાં બીજી વાર 136 મીટરને પાર, છલકાવાથી 2.35 મીટર દૂર | મુંબઈ સમાચાર
નર્મદા

નર્મદા ડેમની સપાટી સીઝનમાં બીજી વાર 136 મીટરને પાર, છલકાવાથી 2.35 મીટર દૂર

કેવડીયા કોલોનીઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 136.33 મીટર પહોંચી છે. ડેમ તેની મહત્તમ સપાટીથી 2.35 મીટર દૂર છે. ચાલુ સીઝનમાં ડેમની સપાટી બીજી વખત 136 મીટરને પાર થઈ હતી. હાલ ડેમમાં 93.69 ટકા પાણીનો સંગ્રહ છે.

પાણીની આવકના પગલે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા

નર્મદા ડેમમાં પાણીની આવકના પગલે ડેમના 10 દરવાજા 1.04 મીટર ખોલવામાં આવ્યા હતા. આ દરવાજામાંથી 1,20,112 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે નર્મદા નદીની સપાટીમાં પણ વધારો થયો હતો.

રાજ્યમાં સિઝનનો કેટલો પડ્યો વરસાદ

રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 107.83 ટકા છે. કચ્છમાં સિઝનનો સૌથી 135.95 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 93.43 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.86 ટકા, પૂર્વ મધ્યમાં 110.10 ટકા વરસાદ વરસ્યો છે.

109 ડેમ સો ટકા ભરાયેલા

રાજ્યમાં 140 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 109 ડેમ સો ટકા ભરાયેલા છે. રાજ્યમાં 62 ડેમ 70 થી 100 ટકા, 17 ડેમ 50 થી 70 ટકા, 9 ડેમ 25 થી 25 ટકા ભરાયેલા છે. 9 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 18 ડેમ એલર્ટ અને 13 ડેમ વોર્નિંગ પર છે. માછીમારોને 16 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો…નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચ અને વડોદરાના નદીકાંઠાના ગામોમાં એલર્ટ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button