Kevadiya શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જતાં ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત, કરી આ માંગ
નર્મદા: ગુજરાતના કેવડીયામાં(Kevadiya)બે આદિવાસી યુવાનોની હત્યા થઇ હતી. જેના અનુંસંધાને આજે મૃતકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જવા રવાના થયેલા ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે દેડીયાપાડા ખાતે અટકાયત કરી હતી આ દરમિયાન ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે બે જણને માર્યા છે અને કાલે 10 જણને મારવામાં આવશે તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું? અમને ન્યાય જોઈએ છે માટે અમે કેવડિયા જવાના છીએ. અમે આ દરમિયાન કોઈપણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું. અમે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરીએ છીએ
FIR માં એજન્સીના માલિકનું અને નોડલ અધિકારીનું નામ નાખો
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ,અમારી એટલી જ માંગણીઓ છે કે આ ઘટનાની એફઆઇઆરમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે એક સામાજિક કાર્યક્રમ છે તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે.
અમને ન્યાય કઈ રીતે મળશે
અમારા સમાજના લોકોને અમારી જમીન પર બાંધીને ઢોર માર મારવામાં આવે છે અને હત્યા કરવામાં આવે છે તે અમે નહીં સાંખી લઈએ. ક્યાં સુધી અમારા લોકો પર આ રીતે જુલમ કરવામાં આવશે? અમને દુઃખ થાય છે કે આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આ ઘટના પર રાજનીતિ કરી રહ્યા છે. જો અમારા જેવા ધારાસભ્યને પણ તમે નજરકેદ કરી દેશો તો અમને ન્યાય કઈ રીતે મળશે.