દારુની હેરાફેરી માટે બૂટલેગરોએ અજમાવ્યો નવો કીમિયોઃ નર્મદા જિલ્લામાં એમ્બ્યુલન્સમાંથી ઝડપાયો લાખોનો દારુ

નર્મદા: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમિયા અખત્યાર કરતાં હોય છે. ટ્રક, કાર, મોટર સાયકલ, રિક્ષા જેવા વાહનોમાં દારૂની હેરફેર વિશે તો તમે સાંભળ્યું હશે પણ તાજેતરમાં નર્મદા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાંથી પસાર થતા આંતરરાજ્ય હાઇવે પર સઘન પેટ્રોલિંગ અને નાકાબંધીના ભાગરૂપે સાગબારા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ઘનશેરા પોલીસ ચેક પોસ્ટ પરથી એમ્બ્યુલન્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે નાકાબંધી
સાગબારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, “GJ-01-DU-4108 નંબરની સફેદ કલરની ટ્રાવેલર એમ્બ્યુલન્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને રાજસ્થાનથી મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં ઘનશેરા પોલીસ ચેક પોસ્ટ પરથી પસાર થવાની છે.” આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘનશેરા પોલીસ ચેક પોસ્ટ ખાતે પંચો સાથે સફળ નાકાબંધીનું આયોજન કર્યું હતું.
એમ્બ્યુલન્સમાં ચોરખાનું
ફરિયાદની વિગતો અનુસાર, બપોરે ૧:૩૦ વાગ્યાના સુમારે બાતમી મુજબની ‘AMBULANCE’ લખેલી ટ્રાવેલર એમ્બ્યુલન્સ (GJ-01-DU-4108) મહારાષ્ટ્ર તરફથી આવતા પોલીસે તેને રોકી લીધી હતી. એમ્બ્યુલન્સ પર ‘AASH AARNA SUPERSPECIALITY HOSPITAL, ICU ON WHEELS’ લખેલું હતું. પરંતુ, પોલીસ અને પંચો દ્વારા તપાસ કરતાં અંદર દર્દીની સારવાર માટે કોઈ સાધન-સામગ્રી જોવા મળી નહોતી. વધુ તપાસમાં, એમ્બ્યુલન્સની કેબિનના ભાગને અડીને બનાવેલા એક મોટા ચોરસખાના પર પતરાની પ્લેટો સ્ક્રૂ વડે ફીટ કરેલી હતી. આ પ્લેટો હટાવતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો.
એક આરોપીની ધરપકડ
પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિપુલ દેવીલાલ નટ (રહે. રોહનિયા, જિ. બાંસવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘનશેરા ચેક પોસ્ટ પરથી અમદાવાદ લઈ જવાતા ₹૩,૪૩,૮૦૦ ની કિંમતના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂ, એમ્બ્યુલન્સ અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ ₹૧૩,૫૩,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત