ગુજરાત ભાજપના ક્યા સાંસદે પક્ષ છોડી દેવાનીઆપી ધમકી ? શું છે કારણ ?

રાજપીપળા: ગુજરાતમાં બે આદિવાસી નેતા વચ્ચે ભ્રષ્ટાચાર મુદ્દે છેડાયેલું શાબ્દિક યુદ્ધ તેજ બની રહ્યું છે. જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો આક્ષેપ મુક્યો છે. તેમજ આ મુદ્દે હવે મનસુખ વસાવાએ સરકારને આડકતરી રીતે ધમકી આપી છે.તેમણે કહ્યું છે કે જો આ મુદ્દે સરકાર યોગ્ય સ્ટેન્ડ નહી લે તો તે ભાજપ પાર્ટી છોડે દેશે.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ રૂપિયા 75 લાખનો તોડ કર્યો
આ સમગ્ર વિવાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપ બાદ શરુ થયો હતો. જેમાં નર્મદા જિલ્લામાં યોજાયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમો દરમિયાન અધિકારીઓ પાસે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ રૂપિયા 75 લાખનો તોડ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આ બાબત જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની હાજરીમાં તેમને કરી હતી.
કલેક્ટરે માગણી થઈ હોવાની વાતને નકારી કાઢી
જોકે, આ મુદ્દે વિવાદ વકરતા આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોતે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આ બાબતે કલેકટર પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ ચૈતર વસાવા દ્વારા આવી કોઈ માગણી થઈ હોવાની વાતને નકારી કાઢી હતી. કલેક્ટરના જવાબથી સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા છે તેમણે આક્ષેપ કર્યો છે કે કલેક્ટર ડરપોક છે અને હવે ચૈતર વસાવા સાથે મળીને સત્ય છુપાવી રહ્યા છે.
ન્યાય નહી મળે તો હું ભાજપ છોડી દઈશ
જોકે, આ મામલ સાંસદ મનસુખ જરા પણ નમતું જોખવા તૈયાર નથી. તેમજ તેમણે જણાવ્યું છે કે, ચૈતર વસાવાએ અધિકારીઓને ડરાવી-ધમકાવીને રૂપિયા 75 લાખ માંગ્યા હતા, તેનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે. કલેક્ટરે જ મને આ વાત કહી હતી, પણ હવે તેઓ સ્ટેન્ડ લેતા ડરે છે. હું અધિકારીઓ અને સરકારની આબરૂ બચાવવા માટે લડી રહ્યો છું. પણ અહીં તો અધિકારીઓ જ ગુનેગારોને બચાવી રહ્યા છે.તેમજ તેમણે આ મુદ્દે રાજય સરકારને પણ ધમકી આપી છે. તેમજ કહ્યું છે કે સરકાર આ મુદ્દે યોગ્ય સ્ટેન્ડ લેવું જોઈએ. જો સરકાર મને ન્યાય નહી આપે તો હું ભાજપ છોડી દઈશ.
આ પણ વાંચો…ચૈતર વસાવાએ ભરૂચના કલેક્ટર પાસે 75 લાખ માગી તોડ કર્યો ? કલેક્ટરે શું કહ્યું ?


