આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરંગાને આપી સલામી, જુઓ તસવીરો…
કેવડીયા કોલોનીઃ 76મા પ્રજાસત્તાક દિનની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાને હાજરી આપી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ પણ વાંચો : સાત સાહસિક બહેનોના મેઘધનુષસમી ફિલ્મ ‘ઉંબરો’ની ટીમ ‘મુંબઈ સમાચાર’માં
આમિર ખાન હાલ એક ફિલ્મના શૂટિંગ માટે ગુજરાતમાં જ છે.
ધ્વજવંદન બાદ આમિર ખાને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી હતી અને ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.
તાપીમાં થઈ રાજ્યકક્ષાની ઉજવણી
રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી. પીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. પોલીસ વિભાગ દ્વારા પરેડ, નકશો, મ્યુઝિકલ બેન્ડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : 24 વર્ષ પહેલા કચ્છમાં આજના દિવસે ત્રાટક્યો હતો કાળમુખો ભૂકંપ, આજે પણ લોકો ધ્રુજે છે થરથર…
પોરબંદરમાં સ્વિમિંગ ક્લબના સભ્યોએ દરિયામાં તિરંગો ફરકાવ્યો
પોરબંદરમાં સ્વિમિંગ ક્લબના સભ્યોએ દરિયામાં તિરંગો ફરકાવ્યો હતો. પોરબંદરના સમુદ્રમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યના પ્રથમ કિરણ સાથે સમુદ્રમાં તરી મધ દરિયામાં તિરંગો લહેરવવાની પરંપરાને જીવંત રાખી હતી. 76મા પ્રજાસત્તાક દિવસે પણ 100 થી વધુ તરવૈયાઓ જોડાયા હતા. દેશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને લોકોને વધુ પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે પરંપરાગત રીતે સ્વિમિંગ કલબ દ્વારા 25 વર્ષથી દરિયામાં તિરંગો લહેરાવવામાં આવે છે.