ડાંગ

Dang ના સાપુતારાના સર્જાયેલા અકસ્માતમાં મધ્ય પ્રદેશના મૃતકોને ચાર લાખની સહાયની જાહેરાત

અમદાવાદ: ગુજરાતના ડાંગ(Dang)જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં રવિવારે સર્જાયેલા રોડ અકસ્માતમાં મધ્ય પ્રદેશના પાંચ યાત્રાળુઓના નિધન થયા હતા. આ બસ અકસ્માતમાં 35 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માત સાપુતારાના માલેગામ ઘાટમાં વહેલી સવારે ચાર વાગ્યે થયો હતો. આ બસમાં લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ખાઇમાં પડી હતી.

મૃતકના પરિજનોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત

આ લોકો દેશના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા પર નીકળ્યા હતા. જોકે, આ ઘટનામાં મૃતક અને ઘાયલ યાત્રિકો મધ્ય પ્રદેશના રહેવાસી છે. જેના પગલે મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવે મૃતકના પરિજનોને ચાર લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને એક લાખ અને સામાન્ય ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમજ તેમની યોગ્ય સારવાર માટે નિર્દેશ પણ આપ્યા હતા.

આ પણ વાંચો : વહેલી સવારે ડાંગના રસ્તાઓ પર લોહી રેડાયુંઃ બસ અકસ્માતમાં પાંચ પ્રવાસીના મોત

ભગવાનને ઘાયલોના સારા સ્વાસ્થ્યની કામના કરી

તેમણે આ યાત્રિકોના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે બાબા મહાકાલને પ્રાથર્ના કરી કે દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુળ પરિજનો આ દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. મુખ્યમંત્રીએ ભગવાનને ઘાયલોના સારા સ્વાસ્થ્યની કામના કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button