દક્ષિણ આફ્રિકામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગુજરાતી યુવકોના મોત; જુઓ અકસ્માતનો VIDEO

કેપટાઉન: દક્ષિણ આફ્રિકામાં (South Africa) વસતા ગુજરાતી યુવકોનો ગોઝારો અકસ્માત (car accident) સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગુજરાતના ભરૂચ જિલ્લાના ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હોય ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ (Hoedspruit) નજીક તેમની કારની મિનિબસ સાથે અથડામણ થઈ હતી. અકસ્માતની ઘટનામાં કારમાં આગ લાગી હતી અને ત્રણે યુવાનો દાઝી જવાથી મૃત્યુ પામ્યા.
આ પણ વાંચો: NIA દ્વારા most wanted જાહેર કરાયેલા શખ્સની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ, RSS નેતાની હત્યાનો આરોપી
ત્રણે યુવાનો ભરૂચ જિલ્લાના વતની
પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માતમાં ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાનોના મૃત્યુ થયા છે. દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક અકસ્માત સર્જાયો હતો. ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેઓ કામ પર જઈ રહે હોય તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
કારમાં આગ લાગવાથી યુવાનો દાઝ્યા
ભરૂચના ત્રણ યુવાનો કારમાં અન્ય યુવાનો સાથે કામના સ્થળ પર જઇ રહ્યા હતા તે દરમિયાન હાઉડસ્પ્રાઇટ નજીક તેમની કાર મીની બસ સાથે અથડાઇ હતી. મીની બસ સાથેની અથડામણ બાદ કારમાં આગ લાગતાં ભાગદોડની સ્થતિ સર્જાય હતી. જો કે આગની જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝ્યા હતા. અકસ્માતની ઘટનામાં ત્રણે યુવાનોનું મૃત્યુ થયું છે.