ભરુચ

ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા લીરા, હાંસોટ પોલીસ સ્ટેશનમાં પોલીસે માણી દારૂની મહેફિલ…

ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એસપીએ તપાસનો આદેશ આપ્યો

ભરૂચઃ ગુજરાતમાં દારૂબંધીના વધુ એક વખત લીરા ઉડ્યા હતા. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એસપીએ તપાસનો આદેશ આપ્યો હતો. હાંસોટ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓએ દારૂની મહેફિલ માણી હતી. દારૂના નશામાં ડૂબી ગયેલા પોલીસકર્મીઓ ડાન્સ કરવા લાગ્યાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સ્ટોરીમાં અપલોડ કરવામાં આવ્યો હતો, જે વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી.

ભરૂચમાં પોલીસકર્મીની પાર્ટીની બે દિવસમાં બીજી ઘટના
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા ગઈકાલે જ ભરૂચ હેડક્વાર્ટરના વર્કશોપમાં બે પોલીસકર્મીઓને દારૂની મહેફિલ માણતા ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા હતા. ભરૂચમાં બે દિવસમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલના બે મામલા પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે દારૂબંધી હોવા છતાં રાજ્યમાં મોટા પાયે ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે. ગુજરાત સરકાર દારૂના વેચાણ પરના એક્સાઈઝ ટેક્સની આવક ગુમાવે છે, જે દર વર્ષે હજારો કરોડ રૂપિયામાં હોય છે. ગેરકાયદેસર દારૂના વેચાણને કારણે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપો પણ થતા રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button