દૂધ પીવું ભારે પડ્યું: ભરૂચમાં હડકાયેલી ભેંસનું દૂધ પીધા બાદ લોકોમાં ફફડાટ

ભરૂચઃ આમોદ તાલુકાના કોબલા ગામમાં એક વિચિત્ર ઘટના બની હતી. હકવાગ્રસ્ત ભેંસનું મોત થયા બાદ તેનું દૂધ પીનારા લોકો રસી લેવા માટે દોડ્યા હતા. અત્યાર સુધીમાં 30થી વધુ લોકોએ રસી લીધી હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત પ્રમાણે, કોબલા ગામે રહેતા એક પશુપાલકની ભેંસને હડકવાગ્રસ્ત કૂતરું કરડ્યાના લાંબા સમય પછી હકડવા ઉપડ્યો હતો. ભેંસે પાડીને જન્મ આપ્યો હતો. આ ભેંસના દૂધમાંથી બળી બનાવવામાં આવી હતી અને લોકોએ આરોગી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. પશુપાલક અને તેના પરિવારજનોએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી રસી મુકાવી હતી.
જે બાદ તેમના દૂધના ગ્રાહકો અને બળી ખાધેલા લોકોને પણ જાણ કરવામાં આવી હતી. તબીબની સલાહ મુજબ, ભેંસનું દૂધ ખાનારા લોકોએ રસી લેવા ધસારો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેબલા ગામે ભેંસને હડકવા થયા બાદ મૃત્યુ પામી હતી. જેથી ગામમાં રહેતા જે લોકોએ ભેંસનું દૂધ પીધું હતું તે લોકોએ વેકસિન લીધી હતી.



