
ભરૂચઃ ભરૂચ એસપી મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. એસપી દ્વારા 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી. 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલી કરવામાં આવી હતી. આંતરિક બદલીના કારણે ભરૂચ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
કેમ આંતરિક ફેરબદલી કરવામાં આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં પોલીસ કાર્યક્ષમતા અને વહીવટને વધુ મજબૂત બનાવવા માટે આંતરિક ફેરબદલી કરવામાં આવી હતી. આ બદલીથી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નવા અધિકારીઓની નિમણૂક થશે અને વહીવટી કામગીરીમાં સુધારો થશે.

ઉલ્લેખનીય છે કે આ બદલીમાં ઝઘડિયા, હાસોટ, અંકલેશ્વર રૂરલ અને નબીપુર સહિતના પોલીસ મથકોના ઇન્ચાર્જ પીઆઈની બદલી કરવામાં આવી છે. તાજેતરમાં પ્રમોશન પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ નવી જગ્યાઓ પર પોસ્ટિંગ ફાળવવામાં આવ્યા છે.