નરેન્દ્ર મોદીનો ખર્ચો આખા દેશમાં સૌથી પહેલા મેં માગ્યો હતોઃ ચૈતર વસાવા…

ભરૂચઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું નરેન્દ્ર મોદીનો ખર્ચો આખા દેશમાં સૌથી પહેલા મેં માગ્યો હતો. હું જનતાના પ્રશ્નો ઉઠાવું છું એટલે ખોટા કેસમાં મને જેલમાં ધકેલ્યો.
શું બોલ્યા વસાવા
મહિલાનું અપમાન કર્યું એમ કહીને મને જેલમાં નાંખી દીધો. 80 દિવસ જેલમાં રહીએ અને મોદી સાહેબનો ખર્ચો પૂછ્યો તો કીધું કે દોઢ કરોડ માંગે છે, 75 લાખ માગી ગ્યા, 5000 પણ આપેને તો આ લોકો મને જેલ હવાલે કરાવી દે. કરાવી દે કે ના કરાવી દે? બધા જ એમના છે. અધિકારીઓ, કલેકટર, એસપી, કોન્ટ્રાકટર, તંત્ર બધું જ એમનું છે. જો હું 5000 પણ માંગુને તે આ લોકો મને જેલ હવાલે કરી દે. આ મનસુખ, બનસુખ, ભાજપવાળા મને છોડે નહીં.
નરેન્દ્ર મોદીનો ખર્ચો આખા દેશમાં સૌથી પહેલા કોઈએ માંગ્યો હોય તો આ તમારા દીકરા ચૈતરભાઈએ માંગ્યો છે. એ લોકોમાં ખલબલી મચી ગઈ કે આ મોદીનો ખર્ચો કેમ માંગે છે. મેં કીધું મોદી આવ્યા તમે દીવાળી કરી, તમે 3-3 હજારની થાળી ખાધી, તમે બે કરોડનું જાજરુ લાવ્યા, તમે બે કરોડના સમોસા ખાધા, બે કરોડની ચા પીધી, બસવાળાને 7 કરોડ 71 લાખ રૂપિયા આપ્યા, ગુલદસ્તાનો એક કરોડ રૂપિયા ખર્ચ કર્યો. મેં કીધું પૈસા ક્યાંથી આવ્યા બતાવો મને.
સાંસદના ઘરેથી આવ્યા તો કહે ના, મુખ્યમંત્રીના ઘરેથી આવ્યા તો કહે ના. હર્ષ સંઘવીના ઘરેથી આવ્યા તો કહે ના. મેં કહ્યું પૈસા ક્યાંથી આવ્યા, તેમણે કહ્યું- આદિવાસી બજેટમાંથી અમે ખર્ચો પાડી દીધો છે. આપણા બાળકોની આંગણવાડી બનાવવા જે પૈસા આવેલા, આપણા વિસ્તારમાં રોડ બને તેના માટે પૈસા આવેલા, સ્કૂલ બને તેના માટે પૈસા આવ્યા હતા, મનરેગામાં રોજગારી મળે તેના માટે પૈસા આવ્યા હતા એવા 100 કરોડ રૂપિયા ઉપરનો આ લોકોએ ધૂમાડો કરી નાંખ્યો.
આ પણ વાંચો…મનસુખ વસાવા ‘બોલ બચ્ચન’ છે, આદિવાસી સમુદાય મુદ્દે હંમેશાં ‘મૌન’ રહ્યા: ચૈતર વસાવાનો પ્રહાર…
આ મોદી આપણને 100 કરોડમાં પડ્યો ડેડિયાપાડા આવીને ગયો તેમાં તો. 100 કરોડ રૂપિયા આપી દેતા તો પણ અમે મોદીના ગુણગાન ગાઈ લેત. આ તો આપણી દીવાળી કરીને જતો રહ્યો. સાંસદ મનસુખભાઈના ઘરેથી 200 કરોડ વાપરત તો મને વાંધો નહોતો, હર્ષ સંઘવીના ઘરેથી 500 કરોડ ખર્ચ્યા હોત તો મને વાંધો નહોતો, ભૂપેન્દ્ર પટેલના ઘરેથી 500 કરોડ ખર્ચ કરતા તો મને વાંધો નહોતો પણ આદિવાસીના કોળીયા છીનવીને દીવાળી કરો છો એનો જવાબ અમે આગામી દિવસોમાં તાલુકા-જિલ્લા ચૂંટણીમાં આપી દઈશું.



