ભરુચ

ઝઘડિયા GIDCમાં કેમિકલનો કેર: એકસાથે ૮ ગાયોના રહસ્યમય મોતથી પંથકમાં ચકચાર

ભરૂચ: જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ખુલ્લી દેવામાં આવતી હોવાની ફરિયાદોની વચ્ચે એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એકસાથે આઠ ગાયોના મોતને લઇને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ઝઘડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

મળતી વિગતો અનુસાર, ઝઘડિયા જીઆઇડીસીમાં એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એકસાથે આઠ ગાયોના મોતને લઇને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પશુપાલક ગંગદાસભાઇ ધરજીયા દ્વારા ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી. તે મુજબ જીઆઇડીસીની બ્લેકરોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ ૮ ગાયોના મોત થયા હતા.

ઉલ્લેખનીય છેકે આ પૂર્વે પણ જીઆઇડીસીમાં ચૌદ જેટલી ગાયોના મોત થયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પશુપાલકો, સ્થાનિકો અને ગૌરક્ષકોએ આવા કૃત્યમાં સંડોવાયેલ કંપનીના સંચાલકો સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે.

માત્ર ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી જ નહિ પરંતુ રાજ્યની અન્ય જીઆઈડીસીમાં પણ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી રહે છે. ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદુષિત પાણી વરસાદી કાંસોમાં થઇને ખાડીઓ અને નર્મદામાં જતું હોઇ ખાડીઓ અને નર્મદાના પાણીને પણ પ્રદુષિત કરે છે. તે ઉપરાંત આવા કેમિકલયુક્ત પાણીથી ખેતીની જમીનોને પણ નુકશાન પહોંચે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button