ટોપ ન્યૂઝભરુચ

શેર માર્કેટમાં પાયમાલ થયેલો ઘરનો જ સભ્ય નીકળ્યો શિક્ષક દંપતીનો હત્યારો

Bharuch: ભરૂચના વાલીયા ગણેશ ગાર્ડન સોસયટીમાં થોડા દિવસ પહેલા શિક્ષક દંપતીની કરપીણ હત્યા થઈ હતી. આ કેસમાં ભરૂચ પોલીસે મોટી સફળતા મળી છે. શિક્ષક દંપતીની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ જમાઈ કરી હોવો ચોંકાવનારો ખુલાસો થયો છે. જમાઈને શેર માર્ટેકમાં 35 લાખની ખોટ આવી હોવાથી તેની ભરપાઈ કરવામાં માટે પોતાના સાસુ-સસરાનું ઢીમ ઢાળી દીધું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે શિક્ષક દંપતીની હત્યાનો કેસ ઉકેલવા માટે હાઈ વે, ટોલપ્લાઝા, પેટ્રોલ પંપ અને હોટલો સહિત 130 જેટલા સીસીટીવી ફુટેજ તપાસ્યા અને હત્યારાને દબોચી લીધો.

જમાઈના વાણી અને વર્તને પોલીસની શંકા વધારી હતી
વાલીયાની ગણેશ ગાર્ડન સોસયટીમાં રહેશા જીતેન્દ્રભાઈ બોરાધરા અને પત્ની લતા બોરાધરાની 4 માર્ચના રોજ તેમના જ મકાનમાં હત્યા કરી હોવાનું જમાઈ વિવેક રાજેન્દ્ર દુબે પોલીસે સામે કબૂલ્યું. પોલીસે કેસની તપાસમાં જેના પર શંકા હતી તેમની પુછપરછ કરી હતી જેમાં જમાઈ વિવેદ રાજેન્દ્ર દુબેનું વર્તન, તેની ભાષા અને જવાબોએ પોલીસની શંકાઓ વધારી હતી. જેના કારણે તેને વાલીયા પોલીસ સ્ટેશનમાં વધારે પુછપરછ માટે લાવવામાં આવ્યો હતો, અહીં પોલીસના સવાલોથી તે ગભરાઈ ગયો અને આખરે કબુલી લીધું કે, તેણે જ સાસુ-સસરાની હત્યા કરી હતી.

દેવાની ભરપાઈ કરવા માટે હત્યા અને લૂંટનો પ્લાન ઘડ્યો
આરોપી અને હત્યારા જમાઈએ પોલીસને જણાવ્યું કે, તેને બેંકની લોન ચાલતી હતી, અનેક જગ્યાએ વ્યાજે રૂપિયા પણ લીધેલા હતાં અને શેર માર્ટેકમાં પણ છેલ્લા 6 મહિનામાં રૂપિયા 35 લાખ ગુમાવ્યાં હતા. જેથી તે આર્થિક રીતે મોટા દેવામાં આવી ગયો હતો. તેણે ખબર હતી કે મારા સાસુ-સસરા પાસે રૂપિયા અને દાગીના ખુબ જ વધારે છે અને તેઓ તે ક્યાં રાખે છે. જેથી હત્યા કરીને રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જો કે, અત્યારે પોલીસે તેની ધરપકડ કરીને હત્યા માટે વપરાયેલ હથિયાર, લૂંટની રકમ અને સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો…ફળોના રાજાનું થઈ ગયું આગમનઃ ગોંડલ એપએમસીમાં કેસર કેરીનો ભાવ જાણો…

સાસુ-સસરા વારંવાર ઘરે આવે તે જમાઈને પસંદ નહોતું
આરોપીએ એવું પણ કબૂલ્યું છે કે, સાસુ-સસરા તેના ઘરે અવારનવાર આવતા જે જરાય પસંદ નહોતું અને તેની પત્નીથી પણ વધારે કોઈ લગાવ નહોતો. જેથી તે વારંવાર આ લોકોના આવવાથી અકળાતો હતો. અવારનવાર આવતા સાસુ-સસરાનો કાંટો કાઢી દેવામાં માટે તેણે હત્યા અને લૂંટનો પ્લાન બનાવ્યો અને 4 માર્ચે સમગ્ર ઘટનાને અંજામ આપી, રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે 133 સીસીટીવી કેમેરા તપાસીને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button