ભરુચ

ભરૂચ ભાજપમાં ભડકોઃ હોદ્દેદારોની નિમણૂકને લઈ અસંતોષ

ભરૂચઃ ગુજરાત ભાજપમાં હાલ ઉકળતો ચરૂ છે. થોડા દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા વિસ્તારના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરોડોના ભ્રષ્ટાચારની ફરિયાદ ગ્રામજનો દ્વારા અમદાવાદ પૂર્વના લોકસભા સાંસદ હસમુખ પટેલને કરવામાં આવી હતી, ત્યારબાદ તેમણે ધારાસભ્ય બાબુસિંહ જાદવને સમસ્યાનું નિરાકરણ લાવવા અને ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા જણાવ્યું હતું. ધારાસભ્યએ પણ તેમને વળતો જવાબ આપ્યો હતો. આ વિવાદ બાદ ભરૂચ ભાજપમાં ભડકો થયો છે.

શું છે મામલો

ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડી રહ્યો છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરો ફફડ્યા છે. વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે. ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા છે. જેને લઈ 100થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજુઆત કરી હતી.

આપણ વાંચો:  કામની વાતઃ પાસપોર્ટ માટે ઓરિજનલ દસ્તાવેજ નહીં રજૂ કરવા પડે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાર્યરત થશે PSK

આ સમગ્ર વિવાદ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ કોઈ હાજર રહ્યું નહોતું. સાંસદ મનસુખ વસાવાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જૂના જોગીઓની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button