ભરૂચ-અંકલેશ્વરમાંથી 44 બાંગ્લાદેશી ઝડપાયા | મુંબઈ સમાચાર

ભરૂચ-અંકલેશ્વરમાંથી 44 બાંગ્લાદેશી ઝડપાયા

પકડાયેલા પૈકી કેટલાક 20 વર્ષથી રહેતા હતા

ભરૂચઃ ગુજરાતમાં ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન શરૂ છે. ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી કરી હતી પોલીસે શહેરના ઉંડાઇ, મહંમદપુરા અને અંકલેશ્વર જીઆઇડીસીના વિસ્તારમાંથી 44 બાંગ્લાદેશી નાગરિકને પકડ્યા હતા.

પોલીસ દ્વારા 11 પુરુષ, 18 મહિલા અને 15 બાળકોની અટકાયત કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો બેથી લઈને 20 વર્ષ સુધીના સમયગાળાથી અહીં રહેતા હતા. ધરપકડ કરવામાં આવેલા બાંગ્લાદેશીમાંથી મોટા ભાગના લોકો માછીમારીના તળાવો પર મજૂરી કરતા હતા.

આ પણ વાંચો: ગુજરાતના પાટણમાંથી વધુ ત્રણ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ…

પોલીસે આ લોકો પાસેથી કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. ભરૂચ જિલ્લામાંથી અત્યાર સુધીમાં 100થી વધુ બાંગ્લાદેશી નાગરિકને પકડવામાં આવ્યા હતા. હવે આ 44 લોકોને સુરક્ષા એજન્સીને સોંપવામાં આવશે. ત્યાર બાદ તેમને પરત તેમના દેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button