Diwaliના તહેવારોને પગલે ડાકોર મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર
ખેડા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના(Diwali)તહેવારોમાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને પગલે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ડાકોર મંદિર કમિટી દ્વારા તહેવારના આઠ દિવસના સમયમાં વધારો કરતા ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે. રણછોડરાયજીને બહારના રાજભોગ સ્વિકારવાનું બંધ રાખવામાં આવ્યું છે.
બેસતા વર્ષના દિવસના સમયમાં ફેરફાર
ડાકોર મંદિર કમિટી દ્વારા રણછોડરાયજીના દર્શન માટે દિવાળીના તહેવાર વાઘબારસ, ઘનતેરસ, ભાઇબીજ, દિવાળી અને બેસતા વર્ષના દિવસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 6.30 વાગે નિજમંદિર ખુલ્લી 6.45 ના અરસામાં મંગળા આરતી કરવામાં આવશે, 6.45 થી 9.00 દર્શન ખુલ્લા રહેશે. ત્યાર બાદ 9.00 થી 9.30 સુધી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ, ગ્વાલભોગ આરોગવા માટે બીરાજશે આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. 9.30 થી 11.15 સુધી દર્શન ખુલ્લા રહેશે.
ઠાકોરજી સુખડીભોગ આરોગવા માટે બીરાજશે
ત્યાર બાદ ફરી 11.15 થી 12.00 સુધી ઠાકોરજી રાજભોગ આરોગવા માટે બીરાજશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. બપોરના 3.45 વાગ્યે નીજમંદિર ખુલશે. 4.00 થી 5.40 સુધી દર્શન ખુલ્લા રહેશે. 5.40 થી 6.00 સુધી ઠાકોરજી શયનભોગ આરોગવા બીરાજશે આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. 6.00 થી 6.30 સુધી દર્શન ખુલ્લા રહેશે.
6.30 થી 7.15 સુધી ઠાકોરજી સુખડીભોગ આરોગવા માટે બીરાજશે.
Also Read – Statue Of Unity: સોમવારે વાઘબારસે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે…
બહારના રાજભોગ સ્વિકારવાનું બંધ રાખવામાં આવ્યું છે
આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. 7.15 વાગ્યા સુખડીભોગ દર્શન ખુલ્લી ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે અને દર્શનાર્થીઓનો મંદિર પ્રવેશ બંધ રહેશે. 28મી ઓક્ટોબર 2024 (વાઘબારસ)થી 16મી નવેમ્બર 2024 (કારતક વદ-1) સુધી બહારના રાજભોગ સ્વિકારવાનું બંધ રાખવામાં આવ્યું છે.