ડાકોરના 40 વર્ષના SRP જવાનનું હ્રદય બેસી ગયું, નાની ઉંમરમાં હાર્ટ ફેલની ઘટનામાં વધુ એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ

ડાકોર: ગુજરાતમાં યુવાનોમાં હ્રદય રોગના હુમલાને કારણે થતાં સતત મૃત્યુની ઘટનાઓએ સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા છે. કોરોના બાદ નાની ઉંમરમાં જ હાર્ટ ફેલના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે. રાજ્યભરમાં સરેરાશ રોજ એક થી ત્રણ હાર્ટ ફેલના કારણે મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. તેવામાં ડાકોરમાં એક 40 વર્ષીય SRP જવાનનુ હાર્ટફેલ થતાં મૃત્યુ થયું છે.
આહેવાલો અનુસાર ગઈ કાલે સવારે સાડા આઠ વાગે SRP જવાન રામજી પરમારને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક સરવા માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હતું. મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પરિવારમાં પર શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

નાની ઉંમરમાં થતાં હાર્ટફેલના મૃત્યુને લઈને સરકારે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોરોના કાળ પછી અચાનક વધી જતી આવી ઘટનાઓને લઈને સૌ કોઈ ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. હ્રદય રોગથી બચવા માટે નિષ્ણાતો શરીર સ્વસ્થ રાખવાની અને લાઇફસ્ટાઇલ બદલવાની સલાહ આપી રહ્યા છે.
જે લોકોને કોરોના થયો હોય તેને સખત પરિશ્રમ કે વધુ પડતી હેવી એકસરસાઈઝથી દૂર રહેવાની પણ અગાય એક્સપર્ટ સલાહ આપી ચૂક્યા છે. ખાસ કરીને લીલા શાકભાજી અને હેલ્થી ડાયટ પર ફોકસ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે અને માનસિક તણાવથી પર દૂર રહેવાનુ નિષ્ણાતો કહે છે.