Dakorના મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

અમદાવાદઃ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થવાની ઘટના બની હતી. આ ઘટના સવારે બનતા થોડા સમય માટે અન્ય શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. ખેડામાં આવાલા ડાકોરમાં નિમયિત રીતે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. સોમવારે પણ સવારે ભકતોની ભારે ભીડ જામી હતી. મળતી માહિતી અનુસારપ મંદિરમાં ઘુમ્મટના દર્શન કરવાની જગ્યા બાબતે બે ટોળા વચ્ચે બોલચાલ થઈ હતી, જેણે ગરમી પકડી લેતા બન્ને વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાના દૃશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળાઆરતી સમયે જ મારામારીના દ્દશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમા જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જોકે, આ છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા હતા. મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાલમાં અરજીના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
ઘટનાની ગંભીરતાને લઇ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. અહીં અચાનક ભક્તોની ભીડ વધી ગઈ હોવાથી ટોળા વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યુ છે. મંદિરના આંતરિક સુરક્ષાકર્મીઓએ પણ પૂરી કોશિશ કરી હતી, પરંતુ મામલો કાબૂમાં ન રહેતા પોલીસ સ્ટેશનમાં વાત પહોંચી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.