આપણું ગુજરાતદાહોદમધ્ય ગુજરાત

ગુજરાતના આ શહેરમાં બે દિવસમાં છ જણને સાપ ડંખી ગયોઃ ત્રણના જીવ ગયા

અમદાવાદઃ ગુજરાતમા છેલ્લા બે દિવસમાં સાપે ડંખ મારવાની કુલ છ ઘટના બની છે. જેમાં દાહોદમાં સાપે ડંખ મારતા બે બાળકો સહિત એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જેમાં ઘર બહાર રમતા બાળકોને સાપે ડંખ માર્યો હતો. ત્યારે બાળકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ બાળકોને મૃત જાહેર કર્યા હતા. વરસાદી વાતાવરણમાં સાપ ડંખવાની ઘટના વધારે બનતી હોય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં બે દિવસમાં સાપે ડંખ મારવાની કુલ છ ઘટનાઓ સામે આવી છે. જેમાં સાપે ડંખ મારતા એક વ્યક્તિ સહિત બે બાળકોનાં મોત થયા છે. જેમાં પાટીયાગામના 50 વર્ષીય વ્યક્તિ સામેલ છે. ચોસાલા ખાતે બે વર્ષીય બાળકી અને ટાડાગોઢા ખાતે ચાર વર્ષીય બાળકનું મોત થયુ છે. ઘર બહાર રમતા બાળકને સાપે ડંખ મારતા હોસ્પિટલ લઈ જતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તેમજ ધાનપુરની મહિલા બાળકી અને બાવકાની મહિલાને સાપે ડંખ મારતા હોસ્પિટલ ખસેડાઇ છે.

સાપના ઝેરને શરીરમાં ફેલાતું અટકાવા સ્નેક એન્ટી વેનમ આપી શકાય
અત્રે ઉલ્લેખનીય છે કે સાપના ઝેરમાં રહેલા તત્ત્વો શરીરના જે ભાગમાં સાપ કરડ્યો હોય ત્યાંના કોષોને મારી નાખે છે. આ પછી તે લોહી દ્વારા આપણા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે અને વિવિધ અવયવોના કોષોને મારી નાખે છે, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ જ કારણ છે કે પ્રાથમિક સારવાર પછી વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેને સ્નેક એન્ટી વેનમ આપી શકાય છે. આનાથી સાપના ઝેરને શરીરના અન્ય અંગમાં ફેલાતું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button