દાહોદમાં સ્કૂલના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, વાલીઓમાં ફફડાટ
અમદાવાદઃ દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તોરણી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. શાળાનથી છૂટ્યા બાદ બાળકી મોડે સુધી બાળકી ઘરે ના પહોંચતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. પરિવારે શોધખોળ હાથ ધરી હતી. ઘટનાના પગલે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : દાહોદમાં પણ કોલેરાનો પગ પેસારો, બાળકીનું શંકાસ્પદ મોત
પોલીસ ટીમો હોસ્પિટલ પહોંચી:
દરમિયાન પરિવારજનોને બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી બેભાન હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં SP, LCBની ટીમો હોસ્પિટલ ખાતે પહોંચી હતી.
પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો:
પોલાસે તપાસ હાથ ધરી બાળકીનો મૃતદેહ લીમખેડાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદની સિવિલમાં ખસેડ્યો હતો. બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.