ગુજરાતમાં રાહુલને ‘રિટર્ન ગિફ્ટ’! દાહોદમાં તાલુકા પ્રમુખ સહિત 400થી વધુ AAP-કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું ‘આવજો’
ગાંધીનગર: Loksabha Election 2024 ગુજરાતમાં એક બાજુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી હતી. (Rahul Gandhi Gujarat Nyay yatra) જેમાં ભરુચ AAP ઉમેદવાર ચૈતર વસાવા મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. પરંતુ આ બધાની વચ્ચે ભાજપમાં ભરતી મેળો પણ પુરબહારમાં ચાલી રહ્યો છે. દાહોદના ધાનપુર કોંગ્રેસ તાલુકા પ્રમુખ સહિત 400થી વધુ કોંગ્રેસ-આપના કાર્યકરોએ ભાજપમાં ભરતી કરી હતી.
દાહોદમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPના 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મંત્રી બચ્ચુ ખબરની હાજરીમાં તેમણે ભગવો કર્યો છે. ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપસિંહ ભુરીયા સહિતના અગ્રણીઓના ભાજપમાં પ્રવેશથી કોંગ્રેસનો ગઢ તૂટી રહ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા અને ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા દરમ્યાન દાહોદમાં કોંગ્રેસ અને આપના પક્ષપલટાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ધાનપુર કોંગ્રેસ તાલુકા પ્રમુખ દીપસિંહ ભૂરીયા સહિત મોટી સંખ્યામાં 400થી વધુ આપ-કોંગ્રેસના કાર્યકરોએ, મંત્રી બચુ ખાબડની હાજરીમાં કેસરિયા કર્યા હતા.
જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ-આપના કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભરતસિંહ ડાભીના સમર્થનમાં આજે કાંકરેજ ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમ્યાન 300થી વધુ લોકોએ ભગવા ખેંસ ધારણ કર્યા હતા.
જ્યારે સુરેન્દ્રનગરના સાયલામાં પણ કોંગ્રેસમાં ગાબડાં પડ્યા છે. કોંગ્રેસના રાયભાઈ રાઠોડ ભાજપમાં જોડાશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ તેમને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમણે 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.