આપણું ગુજરાતમધ્ય ગુજરાત

દાહોદમાં વન વિભાગના અધિકારીનો લમણે ગોળી મારી આપઘાત

દાહોદઃ જિલ્લામાં વન વિભાગના અધિકારીએ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. વહેલી સવારે અચાનક બેડરૂમમાંથી રિવોલ્વરના ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો બેડરૂમ તરફ દોડી ગયા હતા. વનવિભાગના અધિકારીએ આત્મહત્યા કરતા જિલ્લાના સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અધિકારીએ અગમ્ય કારણોસર વહેલી સવારે પોતાના ઘરમાં જ બેડરૂમમાં ખાનગી રિવોલ્વરથી લમણા પર ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. મૂળ દાહોદ જિલ્લાના બાવકા ગામના વતની આર.એમ.પરમારના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો : Ahmedabad ના પૂર્વ  વિસ્તારમાં બાળકી પર કપિરાજનો હુમલો, વનવિભાગ સક્રિય

બેડરૂમમાં અધિકારી લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા:
આજે વહેલી સવારે અચાનક તેમના બેડરૂમમાંથી રિવોલ્વરના ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો બેડરૂમ તરફ દોડી ગયા હતા અને બેડરૂમમાં જઈને જોતા આર.એમ.પરમારનો મૃતદેહ માથાના ભાગે ગોળી વાગેલી હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. જેને પગલે પરિવારજનો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને પોલીસે મૃતદેહનો કબજો મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.

ગઈકાલે એક ગામે મુલાકાત માટે ગયા હતા:
દાહોદના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પરમાર સ્વભાવે શાંત સ્વભાવના અધિકારી હતા, ગઈકાલે તેઓ પોતાની ફરજ દરમિયાન ખજુરિયા ગામે વિઝિટ કરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ મોડી રાતે ભોજન કરીને જ ઘરે આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button