દાહોદ નકલી સરકારી કચેરી કૌભાંડ બે યુવાનોના દસ્તાવેજોના આધારેબેન્ક એકાઉન્ટ ખોલાયાં હતાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દાહોદમાં અત્યંત ચકચારી એવા નકલી સરકારી કાંડના મુખ્ય આરોપી ગણાતા અબુબકર સૈયદ અને તેના ભાઈ એજાઝ સૈયદે એકાદ વર્ષ અગાઉ સિંગવડ તાલુકાના જાલીયાપાડા ગામના બે યુવાનોને પોતાની વડોદરા ખાતેની ઓફિસે બોલાવી બંનેને સુપરવાઈઝર બનાવવાની લાલચ આપી હતી. આ પછી તેઓની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટો લઈ બેન્કમાં બંનેના ખાતા ખોલાવી વિશ્વાસમાં લઈ બેંકના એકાઉન્ટની પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડ મેળવ્યા હતા. આમ પૂર્વ આયોજિત કાવતરા મુજબ છેતરપિંડી કરી બંને યુવાનોની જાણ બહાર બેમાંથી એકના બે એકાઉન્ટોમાંથી કુલ પિયા 44 લાખ ઉપરાંતની રકમના સરકારી નાણાંની ગેરકાયદેસર રીતે લેવડ દેવડ કરવામાં આવી હતી. જે અંગે પોલીસ ફરિયાદ બંને સૈયદ બંધુ વિદ્ધ નોંધાતા અબુબકર આણી મંડળીનું વધુ એક કારસ્તાન બહાર આવતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામા નકલી સરકારી કચેરી કાંડની તપાસમાં અત્યાર સુધીમાં દાહોદ પોલીસે આ કૌભાંડમાં મુખ્ય આરોપી અબુબકર ઝાકીરઅલી સૈયદ સિવાય કુલ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટના હુકમથી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે. તેવા સમયે વધુ એક ચોંકાવનારી વિગત બહાર આવી હતી. દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાના જાલીયાપાડા ગામના નીચવાસ ફળિયામાં રહેતા ચંપક ભુરીયા (ઉં.વ.22) તથા મેહુલ ભુરીયા એમ બંને જણાનો એકાદ વર્ષ પહેલા દાહોદ જિલ્લામાં અત્યંત ચકચારી નકલી સરકારી કચેરી કાંડના માસ્ટરમાઈન્ડ એવા મુખ્ય આરોપી અને વડોદરા ઇલોરા પાર્કમાં રહેતા અબુબક્કર ઝાકીરઅલી સૈયદ અને તેના ભાઈ એજાઝહુસેન ઝાકીરઅલી સૈયદે મોબાઈલ ફોનથી સંપર્ક કર્યો હતો. તેમની ઇલોરા પાર્ક ખાતેની ઓફિસે બોલાવ્યા હતા. બંનેના આધારકાર્ડ પાનકાર્ડ તથા ફોટાઓ લઈ બંનેને સુપરવાઈઝર બનાવવાની લાલચ આપી તમારા નામનું બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડશે તેમ કહ્યું હતું. વડોદરા ખાતે કોટક બેંકમાં ચંપકભાઈ ભુરીયા તથા મેહુલભાઈ ભુરીયાના એકાઉન્ટો ખોલાવ્યા હતા. જે ખાતાઓની પાસબુક, ચેકબુક તથા એટીએમ કાર્ડ તમારા ઘરે આવી જશે. તેમ કહી લાલચ આપી વિશ્વાસમાં લઈ ચંપકભાઈ ભુરીયા તથા મેહુલ ભુરીયાના નામના કોટક બેંકના એકાઉન્ટોની પાસબુક, ચેકબુક તથા એટીએમ કાર્ડ મેળવી લીધા બાદ પૂર્વ આયોજિત કાવતરા મુજબ છેતરપિંડી કરી ચંપક ભુરીયાની જાણ બહાર ખોલાવેલ તેના બેન્ક એકાઉન્ટ નંબર માંથી રૂપિયા 23, 40, 781 તથા એકાઉન્ટ નંબર 2846204642 માંથી રૂપિયા 21, 67, 721 મળી બંને ખાતાઓમાંથી કુલ રૂપિયા 44, 08, 502 જેટલી મેળવી હતી. સરકારી માતબર રકમની ગેરકાયદેસર રીતે લેવડદેવડ કરી બેંક ખાતાઓનો ખોટો ઉપયોગ કર્યો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આ સંબંધે છેતરપિંડીનો ભોગ બનેલા જાલીયાપાડા ગામના ચંપક ભુરીયાએ રંધિકપુર પોલીસ મથકે અબુબકર ઝાકીરઅલી સૈયદ અને તેના ભાઈ એજાઝહુસેન ઝાકીરઅલી સૈયદ વિદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉ