Cyclone Asna Update: કચ્છમાં કંડલા, મુન્દ્રા, જખૌ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું

ભુજઃ ગુજરાત પર સ્થિત ડીપ ડિપ્રેશનથી કચ્છમાં(Kutch)વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે. ત્યારે આજે કંડલા, મુન્દ્રા અને જખૌ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બીજી બાજુ માંડવીમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થઇ ગયુ છે. વાવાઝોડું આવે તે પહેલા જ સેનાએ કચ્છની કમાન સંભાળી છે.
ત્રણ ઓફિસર સહિત 80 જવાનોની ટીમ જોડાઈ
ભુજ મિલિટરી સ્ટેશનથી ત્રણ ઓફિસર સહિત 80 જવાનોની ટીમ જોડાઈ છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવા માટે આર્મીની ટીમ પહોંચી છે. આ ઉપરાંત માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં મોબાઈલ નેટવર્કને ભારે અસર થઇ છે. કચ્છના માંડવીમાં 24 કલાકમાં 15.5 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે.
| Also Read: એલર્ટ ! Kutch માં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સજ્જ,
કંડલા, મુન્દ્રા અને જખૌ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ
ગુજરાતમાં હાલમાં ડીપ ડિપ્રેશનની જે સ્થિતિ છે. આ સિસ્ટમ જમીન પરથી દરિયામાં જઇને વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે. આજે ગુજરાતનાં કંડલા, મુન્દ્રા અને જખૌ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઘોઘલા તથા વણાકબારા જેટ્ટી પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યુ છે. આ સાથે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.