આપણું ગુજરાત

સાઈબરક્રાઈમના મામલામાં ગુજરાતમાં કન્વિકશન રેટ શૂન્ય, ભોગ બનનારને ન્યાય ન મળ્યો

અમદાવાદ: ડિજીટલ માધ્યમોના વિસ્તાર સાથે દિવસેને દિવસે સાઈબરક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, એવામાં ગુજરાત પોલીસ સાઈબરક્રાઈમનો ભોગ બનનારને ન્યાય અપાવવાના નિષ્ફળ રહી હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(NCRB)ના વર્ષ 2022ના રીપોર્ટ પરથી જાણવા મળ્યું છે. સાઈબરક્રાઈમના મામલાઓમાં ગુજરાતમાં કન્વિકશન રેટ શૂન્ય રહ્યો હતો.

ગુજરાત ઉપરાંત અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં પણ સાયબર ક્રાઇમ્સમાં શૂન્ય કન્વિકશન રેટ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશમાં સાઈબર ક્રાઈમના સૌથી વધુ 838 મામલા ઉકેલવામાં આવ્યા હતા અને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેલંગાણામાં 60 કેસોના આરોપીઓ દોષિત ઠર્યા હતા. ગુજરાતમાં વર્ષ 2020માં સાયબર ક્રાઇમના 1,283 કેસ નોંધાયા હતા; 2021માં 1,536 અને 2022માં 1,417 કેસ નોંધાયા હતા


ગુજરાતમાં વર્ષ 2022માં ટ્રાયલ માટે 3,211 પેન્ડિંગ કેસ હતા. વર્ષ 2022માં ગુજરાતમાં સાઈબરક્રાઈમના 37 કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.


શૂન્ય કન્વિકશન રેટ અંગે ગુજરાતના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાયબર ક્રિમીનલ દૂરના સ્થળોએથી કામ કરે છે અને ડાર્ક વેબનો ઉપયોગ કરે છે તેથી તેમને પકડવા મુશ્કેલ છે. તેઓ પકડાઈ ગયા પછી પણ, પોલીસને તેમની સામે પૂરતા પુરાવા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પુરાવાના અભાવમાં, પોલીસ આવા કેસોમાં આરોપીઓને દોષિત ઠરાવવામાં નિષ્ફળ જાય છે.


રીપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં સાયબરક્રાઈમના કેસમાં ઘટાડો નોંધાયો હતો. 2020 અને 2021માં કોવિડ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના અનુક્રમે 421 અને 447 કેસ નોંધાયા હતા. જ્યારે 2022 માં, શહેરમાં કેસોની સંખ્યા ઘટીને 261 થઈ ગઈ.


સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પોલીસ સાયબર ક્રાઈમનો કેસ બને એવું જણાયા બાદ જ એફઆઈઆર દાખલ કરે છે. મોટી સંખ્યામાં અરજીઓ આવી હોવા છતાં ઘણી ઓછી અરજીઓ એફઆઈઆર તરીકે નોંધાયેલી છે. આ ઉપરાંત, લોકો કદાચ સાયબરક્રાઈમની મોડસ ઓપરેન્ડી વિશે પણ જાગૃત થયા છે જેના કારણે લોકો કદાચ ગુનેગારોની જાળમાં નથી ફસાઈ રહ્યા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો