આપણું ગુજરાત

પ્રણય ત્રિકોણના કિસ્સામાં કસ્ટડીનો કિસ્સો Gujarat High court પહોંચ્યો, અપાયો આ આદેશ

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ (Gujarat High court) સમક્ષ પ્રેમ, લગ્ન અને લિવ-ઈન રિલેશનશીપનો (Love Triangle) એક રસપ્રદ કેસ ચાલી રહ્યો છે. જેમાં પત્નીએ તેના પ્રેમી સાથે રહેવા માટે તેનું સાસરું છોડી દીધું અને તે તેના પતિ પાસેથી તેના બાળકોની કસ્ટડી માંગી રહી છે. હાઇકોર્ટે મંગળવારે આ કેસની સુનાવણી કરી હતી. જો કે બાળકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કોર્ટે નોંધ્યું હતું કે ભાઈ-બહેનો એકસાથે ખૂબ જ ખુશ હતા. આમ માતા સાથે રહેવું સગીર પુત્રના હિતમાં ન હતું. કોર્ટે યુવતીને  પ્રેમી સાથે રહેવાની મંજૂરી આપી અને પુત્રની કસ્ટડી પિતાને આપવાનો આદેશ આપ્યો હતા.

મીનાનું પ્રદીપ સાથે અફેર હતું

આ સમગ્ર કેસની વિગતની વાત કરીએ તો કેસમાં પાત્રના નામ ઓળખ ગુપ્ત રાખવા બદલવામાં આવ્યા છે. જેમાં યુવક મહેશ અને યુવતી મીના પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કર્યા. તેમજ લગ્ન દરમિયાન, મીનાએ એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો. જે હાલ અનુક્રમે 13 અને 7 વર્ષના છે. ત્યાર બાદ મીનાનું પ્રદીપ સાથે અફેર હતું. તેણે તેના પતિ અને પુત્રીને છોડી દીધા અને તેના પુત્રને સાથે લઈને પ્રદીપ સાથે રહેવા ગઈ. તેઓએ લિવ-ઇન રિલેશનશિપ કોન્ટ્રાક્ટ સાથે રહેવાની વ્યવસ્થાને ઔપચારિક બનાવી.

હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી

જ્યારે પતિ મહેશે મીનાના માતા-પિતા અને બહેનના સમર્થનથી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી. જેના પગલે પોલીસ રાખીને કોર્ટમાં લાવી હતી. જ્યાં તેણે પ્રદીપ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટની વાતચીત દરમિયાન તેના પરિવારે મહેશને ટેકો આપ્યો હતો.

પતિ સાથેના મતભેદોને કારણે તેણે લગ્નજીવન છોડી દીધું

મીના તેના સગીર પુત્ર સાથે કોર્ટમાં હાજર થઈ અને ખુલાસો કર્યો કે તેના પતિ સાથેના મતભેદોને કારણે તેણે લગ્નજીવન છોડી દીધું અને પ્રદીપ સાથે રહેવાનું પસંદ કર્યું.  કોર્ટે નોંધ્યું હતું કે મહેશ સાથે મીનાના લગ્ન તૂટી ગયા નથી અને તેમને બે બાળકો પણ છે. દીકરી મહેશ સાથે રહી હતી જ્યારે દીકરો મીના સાથે હતો. પ્રદીપ સાથે કોઈ વૈવાહિક દરજ્જો ન હોવા છતાં,મીના હજી પણ તેની સાથે રહેવા માંગતી હતી.

મીનાએ પ્રદીપ સાથે રહેવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી

કોર્ટને એ પણ જાણવા મળ્યું કે મીના પાસે પ્રદીપ સિવાય આજીવિકા કે આશ્રયનું કોઈ સાધન નથી. ન્યાયાધીશોએ સૂચવ્યું કે મીના તેના સંબંધીઓ અથવા તેના સાસરે  ઘરે પરત ફરી શકે છે કારણ કે મહેશ સાથેના તેના લગ્ન હજુ પણ માન્ય છે. મહેશે કોર્ટમાં જણાવ્યું હતું કે કેટલાક મૌખિક મતભેદ હોવા છતાં, તેણે તેમના લગ્ન દરમિયાન ક્યારેય પણ મીનાનું શારીરિક શોષણ કર્યું નથી કે ખરાબ વર્તન કર્યું નથી. મીનાએ પ્રદીપ સાથે રહેવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી.

પુત્રની કસ્ટડી પિતા મહેશને આપવાનો આદેશ આપ્યો

જો કે બાળકોના ભાવિને  ધ્યાનમાં રાખીને કોર્ટે નોંધ્યું હતું કે ભાઈ-બહેનો એકસાથે ખૂબ જ ખુશ હતા. આમ મીના  સાથે રહેવું સગીર પુત્રના હિતમાં ન હતું. કોર્ટે રાખીને પ્રેમી પ્રદીપ સાથે રહેવાની મંજૂરી આપી અને પુત્રની કસ્ટડી પિતા મહેશને આપવાનો આદેશ આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ