Ahmedabad: 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય ડો.હર્ષદ પટેલની ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિમણૂક
અમદાવાદ: છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય યોગદાન આપી રહેલા અને ગુજરાત વિદ્યાપીઠ બોર્ડના મંત્રી અને વિદ્યાપીઠના મેનેજમેન્ટ બોર્ડમાં ફરજ બજાવતા ડો.હર્ષદ પટેલની ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ (Chancellor) તરીકે નિમણૂક કરવામાં આવી છે (Gujarat Vidhyapith Ahmedabad Kulpati). ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાના કુલપતિ તરીકે ફરજ બજાવતા ડો.હર્ષદ એ. પટેલે ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ કાર્યરત છે. છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય ડો.હર્ષદ એ. પટેલ એસ.યુ.જી. કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રોફેસર તરીકે તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી.
તેમણે તેમણે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં Phd લેવલના કન્સલ્ટન્ટ તરીકે, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢના પત્રવ્યવહાર વિભાગમાં સલાહકાર તરીકે અને ગુજરાતની વિવિધ કોલેજોમાં સલાહકાર તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આપને જણાવી દઈએ કે એકવાર મહાત્મા ગાંધીના વંશજ ગોપાલકૃષ્ણ ગાંધીને કુલપતિ બનવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે તેમણે તેનો સવિનય અસ્વીકાર કર્યો હતો. તેમણે કારણ આપતા કહ્યું હતું કે તેઓ વિદેશમાં જાય છે ત્યારે ખાદી પહેરતા નથી, માટે તેઓ કુલપતિ બનવાને લાયક નથી.
મહાત્મા ગાંધીએ 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અને તેઓ આ સંસ્થાના પ્રથમ કુલપતિ હતા.સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આ સંસ્થાના કુલપતિ રહી ચૂક્યા છે.