આપણું ગુજરાત

અમદાવાદમાં ઝવેરી ગ્રૂપના દરોડામાં અંદાજે આટલા કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહાર મળ્યા

અમદાવાદઃ ચૂંટણીના પરિણામો જાહરે થયા અને સરકારની રચના બાદ રાજ્યભરમાં ઇનકમ ટેક્સ(Income Tax) વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. દરમિયાન અમદાવાદના બે જાણીતા ઝવેરી ગ્રુપ (Zaveri Group) પર ઇનકમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં કરચોરી શોધી કાઢી છે. અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

અહેવાલો મુજબ બન્ને ઝવેરી બંધુઓ સાથે સંકળાયેલા વેપારીઓ અને બિલ્ડરોના વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે. મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા ઉપરાંત જમીનોના દસ્તાવેજ રજા ચિઠ્ઠી અને કાચી એન્ટ્રીઓની ડાયરીઓ મળી આવી છે. જેની તપાસ કરવામાં આવશે. પોલીસને રોકડ રૂપિયા તથા બેંક એકાઉન્ટ વિગતો પણ મળી છે.
ગુજરાતમાં ચૂંટણીના પરિણામો જાહરે થયા બાદ ઇનકમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં આવી રાજયભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખૂબ જ ટૂંકા સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી સ્કીમો મૂકીને આગળ નિકળી રહેલા ઝવેરી ગ્રૂપ પર ઇનકમ ટેક્સની વોચ હતી. લાંબા સમયથી ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓ ઝવેરી ગ્રૂપની આર્થિક ગતિવિધીઓ પર વોચ રાખીને બેઠા હતા. પૂરતું હોમવર્ક થઇ ગયા બાદ અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ઝવેરી ગ્રૂપની ઓફિસ, જ્વેલરી શોપ અને જુદી જુદી સાઇટ મળી 14 જગ્યા પર ત્રાટક્યા હતા.

અખાભારી અહેવાલ મુજબ ગોદરેજ ગાર્ડન સિટી આજુબાજુ, શ્યામલ ચાર રસ્તા નજીકના ટાઇટેનિમય સ્ક્વેર પાસેની સ્કીમ અને શેલાની અનેક હાઇએન્ડ લક્ઝુરિયસ સ્કીમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ સ્કીમમાં ઓન મની, બ્લેક મની મોટા પ્રમાણમાં લેવામાં આવ્યા હોવાની વિગતો પણ ઇનકમ ટેકસના અધિકારીઓના ધ્યાનમાં આવી હતી. જેને પગલે તેના હિસાબોની તપાસ કરવામાં આવી રહી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇનકમ ટેક્સના અધિકારીઓએ મોટા પ્રમાણમાં જમીનોના દસ્તાવોજે અને બાના ખત કે એમઓયુની કોપીઓ મળતાં તેનો અભ્યાસ શરૂ કર્યો છે. પોતાના મળતિયાઓ અને સ્વજનો તથા કર્મચારીઓના નામે તેમણે જમીનો ખરીદી હોવાની વિગતો પણ મળી છે. જેને પગલે અધિકારીઓ આ દિશામાં તપાસ હાથ ધરી છે. સોના-ચાંદીમાં થયેલી કરોડો રૂપિયાની કમાણી તેમણે રિયલ એસ્ટેટરમાં લગાવી હોવાની વિગતો પણ અધિકારીઓ મળી છે. દરોડા દરમિયાન ડિજિટલ ડેટા અને બેંક એકાઉન્ટની વિગતો મળી છે.

પ્રાથમિક તપાસમાં જ આ ગ્રૂપના 500 કરોડના બિન હિસાબી વ્યવહારોની વિગતો અધિકારીને મળી છે. આ ઉપરાંત ઝવેરી ગ્રૂપ દ્વારા નવા ડેવલપ થઇ રહેલા ભાડજ વિસ્તારમાં લાંબા સમય પહેલા મોટા પ્રમાણમાં જમીનો ખરીદી લેવામાં આવી હતી. જ્યારે સુપર સિટીના નામે મોટી સંખ્યામાં ફ્લેટની સ્કીમો મૂકવામાં આવી હતી. જેમાં પણ ઓન મની લેવાયા હોવાની વિગતો ધ્યાનમાં આવી હતી.

ગ્રૂપ દ્વારા અમદાવાદ આજુ બાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જમીનોમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની વિગતો પણ ધ્યાનમાં આવતાં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ઝવેરી ગ્રૂપ દ્વાર રાજકીય આગેવાનો અને મોટા બિલ્ડરો સાથે ઘણી જમીનીમાં રોકાણ કર્યો છે કે કેમ તે અંગેની તપાસ ચાલી છે. લાબા સમય બાદ આયકર વિભાગે જ્વેલરી શોપ પર દરોડા પાડતાં અમદાવાદના ઘણા જ્વેલર્સ પણ દોડતા થઇ ગયા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…