રાજકોટમાં પંપ એન્ડ ડમ્પ અંતર્ગત કરોડોનું કૌભાંડ
રાજકોટ: હાલ શેરબજારમાં તોફાની તેજી ચાલી રહી છે ત્યારે કૌભાંડકારો સ્વાભાવિક રીતે જ મેદાનમાં આવે કોઈ પણ ધંધામાં તેજી જોવા મળે એટલે તે ધંધા ને લગતા ગઠિયાઓ સક્રિય થઈ જાય છે આવું જ એક શેર બજારનું કૌભાંડ સામે આવ્યું અને તે અંતર્ગત રાજકોટમાં SEBI એ રાજકોટના સનફ્લાવર બ્રોકિંગમાં દરોડા પાડી સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતા એક વ્યક્તિની અટકાયત કરી છે.
તે વ્યક્તિના અને બ્રોકિંગ એજન્સીના લેપટોપના ડેટાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જંગલેશ્વર વિસ્તારનાના એક વ્યક્તિના એકાઉન્ટ મારફતે કરોડોનો વ્યવહાર સામે આવ્યો છે. શેર માર્કેટના સતત તેજીના કારણે અમુક ઓપરેટરો કૌભાંડ આચરી રહ્યા છે.
10 રૂપિયાનો શેર પકડી કરોડો રૂપિયાના શેરની ખરીદી કરે છે અને પછી સમયાંતરે તેના ભાવ વધારવા માટે આજુબાજુના લોકોને લેવા માટે ઉશ્કેરે છે ભાવ 100 રૂપિયા સુધી લઈ જઈને પોતાની પાસેના કરોડો રૂપિયાના શેર અચાનક માર્કેટમાં વહેંચી દે છે અને શેરના ભાવ ઞગડી જાય છે.
આમ આવા શેરમાં રમાડાતો સટ્ટો ઘણા લોકો માટે આર્થિક રીતે અને અન્ય રીતે ઘાતક સાબિત થાય છે. આજરોજ સેબીના દરોડામાં હર્ષ રાવલ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. હર્ષ રાવલ ઇન્વેસ્ટરોને લલચા્મણી લાલચ આપી ગેરરીતિ આચારતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે.
SEBIએ ગુજરાતના 2 મોટા ઓપરેટરોને ત્યાં તપાસ કર્યા બાદ તેની લિંક રાજકોટ સુધી નીકળી હતી. શેરબજારના રોકાણકારોએ આવા કૌભાંડી તત્વોથી સાવધાન રહેવાની જરૂર છે.