આપણું ગુજરાત

પૂરના પાણી ઓસર્યા તો મગરે દેખા દીધાઃ લોકોની હાલાકીનો પાર નથી


જેમ શહેરી વિસ્તારોની સમસ્યાઓ અલગ હોય છે, તેમ ગામડાની સમસ્યાપણ અલગ હોય છે. અહીં વરસાદ આવ્યા બાદ પાણી ભરાવા ઉપરા્ત દિવસો સુધી વીજળી નથી આવતી, સંપર્ક તૂટી જાય છે, વાહનવ્યવહારને અસર થાય છે ને જનજીવન થાળે પડતા લાંબો સમય લાગી જાય છે. આવામાં વડોદરા વિસ્તારમાં રહેતા લોકોની એક વધારાની સમસ્યા છે મગર.
ગત અઠવાડિયે મહી નદીમાં આવેલ પૂરના પાણીથી અનેક ગામો પ્રભાવિત થયા હતા. હવે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે. ત્યારે પાદરા તાલુકાના અનેક ગામોમાં મહાકાય મગરોની લટાર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગત મધ્ય રાત્રીના પાદરા તાલુકાના બીલ ગામની પ્રાથમિક શાળા બાદ વધુ એક 6 ફૂટનો મહાકાય મગર ચોકારી ગામના રહેણાંક વિસ્તારમાં મકાનમાં ધસી આવતા પરિવાર સહિત ગ્રામજનોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામે ભાઠા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા મહેશભાઈ ગોહેલના મકાનમાં ગત રાત્રીના એક 6 ફૂટનો મહાકાય મગર ઘરમાં ધસી આવતા પરિવારજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મકાનમાં મગર ઘસી આવ્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા ગ્રામજનોના લોકટોળા ઉમટી પડ્યા હતા.
આ અંગેની જાણ પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરતાં વન વિભાગ અને પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમો ચોકારી ગામે દોડી આવી હતી. મકાનમાં ઘસી આવેલ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી એક કલાકની ભારે જહેમત બાદ મહાકાય મગરનું સુરક્ષીત રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવતા પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button