સરખેજથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ: માફિયાઓએ પોલીસને ચકરાવે ચડાવવા અપનાવ્યો નવો કીમિયો

અમદાવાદ: ગુજરાત જાણે ડ્રગ્સની હેરાફેરી માટે સૌથી વધુ સોફ્ટ કોર્નર બની ગયું છે ત્યારે તાજેતરમાં છ દિવસ પહેલા જ અમદાવાદમાંથી 200 કિલોનો ગાંજો ઝડપાયો હતો ત્યારે ફરી એકવખત અમદાવાદના સરખેજ નજીકથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અંદાજે એક કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું છે. ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સની હેરાફેરી માટે નિતનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે આ વખતે કારના ટાયરમાં ડ્રગ્સ છુપાવ્યો હતો. પોલીસ પણ ડ્રગ્સ માફિયાઓના કિમિયાથી ચોંકી ઉઠી હતી.
પોલીસને મોડીરાતથી સવાર સુધી સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો મોટા જથ્થામાં એમડી ડ્રગ્સ સંતાડીને રાખ્યું હોવાની બાતમીના આધારે અલગ અલગ જગ્યાએ દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન પોલીસે શંકાના આધારે બે લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ડ્રગ્સની હેરાફેરી માટે માફિયાઓ નિતનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે આ વખતે ડ્રગ્સના જથ્થાને કારના ટાયરમાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્યુબ બહાર કાઢીને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.
રાજયના યુવાધનમાં ડ્રગ્સની લત ખૂબ જ વધી રહી છે અને હવે અમદાવાદમાં એમડી ડ્રગ્સનો સૌથી વધુ વપરાશ થાય છે અને અમદાવાદમાં ડ્રગ્સનું એક મોટું નેટવર્ક ફેલાયેલું છે. અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર અને પોલીસ સતત ડ્રાઈવ ચલાવી રહી છે. જેમાં આજથી છ દિવસ પૂર્વે જ વટવા GIDCમાંથી ઓડિશાથી આવેલા ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
Also Read –