આપણું ગુજરાત

ક્રિકેટ ફિવરઃ રાજકોટમાં મનપા દ્વારા ક્રિકેટપ્રેમીઓ માટે આ ખાસ સુવિધા

રાજકોટ મનપા દ્વારા શહેરના ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં વર્લ્ડકપની ફાઈનલ મેચનું વિશાળ એલઈડી સ્ક્રિન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 19મી નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડકપની ફાઈનલનો મહામુકાબલો થવા જઈ રહ્યો છે. ત્યારે ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપની ફાઈનલ મેચના પગલે શહેરીજનોમાં ઉત્સાહ અને અનેરો આનંદ ફેલાયો છે.


આથી શહેરીજનો વર્લ્ડકપની ફાઈનલ મેચ વિશાળ સ્ક્રિન મારફત ડીજેના તાલ સાથે લાઈવ નિહાળી શકે તે માટે રાજકોટ મનપા દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. મેચ નિહાળવા શહેરીજનોને ઉમટી પડવા જાહેર નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button