ભારતના યુવાઓના નવોન્મેષ સપનાઓને સાકાર કરવાનો મંચ I-Create: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે. તેમ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેઑ એ કહ્યું કે, દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો ઉત્પાદનો બનાવતી સ્ટાર્ટઅપ કંપનીઓ આઈ-ક્રિએટના માધ્યમથી આગળ આવી રહી છે. રિસર્ચ અને ઇનોવેશનની આખી એક ઇકો સિસ્ટમ ઊભી કરીને ભારતને ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી બનાવવાની આપણી નેમ છે.
અમદાવાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસની ઉજવણી બાવળાના દેવધોલેરા ગામ સ્થિત આઈ-ક્રિએટ પરિસરમાં થઈ હતી.
તેમણે ઉમેર્યું કે દેશના જન સામાન્યને ઉપયોગી થાય એવા સંશોધનો ઉત્પાદનો બનાવતી સ્ટાર્ટઅપ કંપનીઓ આઈ-ક્રિએટના માધ્યમથી આગળ આવી રહી છે. રિસર્ચ અને ઇનોવેશનની આખી એક ઇકો સિસ્ટમ ઊભી કરીને ભારતને ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી બનાવવાની આપણી નેમ છે.
અમદાવાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસની ઉજવણી બાવળાના દેવધોલેરા ગામ સ્થિત આઈ-ક્રિએટ પરિસરમાં થઈ હતી.
આ અવસરના મુખ્ય અતિથિ રૂપે જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે રાષ્ટ્રનિર્માણમાં આઈ-ક્રિએટ સંસ્થાની ભૂમિકા વર્ણવી હતી.
અને બાવળા તાલુકાને 11.86 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ પણ આપી હતી.
આ સંદર્ભે મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, પ્રત્યેક જિલ્લા તાલુકાની અલગ ભૌગોલિક સ્થિતિ, સંસ્કૃતિને આધારે અલગ અને આગવું વિકાસ મોડલ વિકસાવવાની પરિપાટી વડાપ્રધાનએ આપી છે. દરિયાઈ વિસ્તાર, આદિવાસી વિસ્તાર, વનવિસ્તાર અને શહેરી- ગ્રામીણ વિસ્તારોને અનુરૂપ વિકાસનીતિ સરકારે અપનાવી છે.
તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અનેક પડકારો સામે રાજ્ય જજુમી રહ્યું હતું. ગુજરાતને તમામ પડકારો પાર કરાવીને નરેન્દ્ર મોદીએ વીજળી ,પાણી ,રસ્તા, આરોગ્ય અને શિક્ષણની પાયાની સુવિધાઓથી માંડીને વૈશ્વિક વિકાસના પ્રકલ્પો આપ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે , વર્ષ ૨૦૦૧માં ગુજરાતની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ- GSDP ૧.૨૩ લાખ કરોડ હતી જે વધીને હવે ૨૨.૦૩ લાખ કરોડ થઈ છે. રાજ્યની માથાદીઠ આવક ₹.૧૯ હજાર હતી જે હવે વધીને ₹.૨.૭૫ લાખ રૂપિયા થઈ છે. ૨૦૦૧માં રાજ્ય સરકારનું બજેટ માત્ર ₹.૩૬૦૦૦ કરોડ રૂપિયા હતું તે વધીને ₹.3.33 લાખ કરોડ રૂપિયા થયું છે.
મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલી વિવિધ પહેલ – વાઇબ્રન્ટ સમિટ, સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ, ખેલ મહાકુંભ, મા વાત્સલ્ય કાર્ડ, 108 ઈમરજન્સી સેવા વિગેરેની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો.
તદુપરાંત સમગ્ર દેશમાં સાકાર થયેલી વિવિધ પહેલ, યોજનાઓ જેમ કે નલ સે જલ, શૌચાલય નિર્માણ, આવાસ નિર્માણ, ઉજ્વલા યોજના વિગેરેનો ચિતાર પણ આપ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ આઈ ક્રિએટ સંસ્થાની ૧૩ વર્ષની યાત્રાની છણાવટ કરી હતી.
ધારાસભ્ય કનુભાઈ પટેલે સાણંદ અને બાવળા વિસ્તારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા સ્થાનિક સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વકાળમાં થયેલા વિકાસની યાત્રા વર્ણવી હતી.