આપણું ગુજરાત

કચ્છના અબડાસાના રાયધણઝરમાં ખનિજચોરો પર તવાઈ : બે ડમ્પર કબજે

ભુજ: કચ્છમાં વ્યાપક ખનીજચોરીના દૂષણને નાથવા ખનિજ વિભાગ દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પશ્ર્ચિમ કાંઠાના અબડાસા તાલુકાના રાયધણઝર ગામમાં થઈ રહેલાં બેન્ટોનાઈટના ગેરકાયદે ખનન અને પરિવહનની પ્રવૃત્તિ સંદર્ભે ગત રાત્રે પ્રાંત અધિકારીને સાથે રાખી ખનીજ વિભાગે દરોડા પાડી ૮ ડમ્પર તથા બે એસ્ક્વેટર મશીન કબજે કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અબડાસાના પ્રાંત અધિકારી અને ખનિજ કચેરીની ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામકના જણાવ્યા અનુસાર, રાયધણઝર ગામે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ ટીમના કાફલાને જોઈને રાતના અંધકારમાં વાહનચાલકો નાસી છૂટ્યાં હતાં.

તપાસ ટીમે બેન્ટોનાઈટના ખનન માટે વપરાતાં બે એસ્ક્વેટર અને આઠ ડમ્પર કબજે કર્યાં છે. તમામ વાહનો કોઠારા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button