ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી વિદાય થઈ રહેલા સી આર પાટીલને શું રહી ગયો વસવસો?

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી સી આર પાટીલ વિદાય લેશે. ગુજરાતના રાજકીય વર્તુળોમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અટકળોનું બજાર ગરમ છે. બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર ચડોતર ગામ પાસે બનેલા બનાસ કમલમ કાર્યાલયને સી આર પાટીલે ખુલ્લુ મૂક્યું હતું.
Also read : ગુજરાતી ભાષાનાં સમર્થ સર્જક રજનીકુમાર પંડયાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ
આ સમયે બનાસકાંઠા લોકસભા સીટની હારનું દર્દ ફરી છલક્યું હતું. સન્માન સ્વીકારવાની ના પાડી તેમણે કહ્યું, મનમાં દર્દ રહી ગયું છે, હારવાનું ગમતું નથી એટલે હાર પણ પહેરતો નથી. જે બાદ તેમણે કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં ભૂલ સુધારવા કહ્યું હતું. આમ ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી વિદાય થઈ રહેલા સી આર પાટીલને બનાસકાંઠા લોકસભા સીટ ન જીતી શકવાનો વસવસો રહી ગયો હતો. ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં લોકસભામાં ભાજપની હેટ્રિક રોકી હતી.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારની નોંધાવનારા માવજી પટેલે સી આર પાટીલનો પાવર ઉતારવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ મુદ્દે પાટીલે ફરી એકવાર માવજી પટેલ પર કટાક્ષ કરતાં કહ્યું કે આ પાવર પાટીલનો નહીં કાર્યકર્તાઓને છે. બીજીવાર કોઈ ઉતારવાની વાત ન કરે.
Also read : અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારા શખ્સોના ઘર પર ફરી વળ્યું બુલડોઝર…
પ્રદેશ પ્રમુખની ગતિવિધિ શરૂ
ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ ખૂબ ટૂંક સમયમાં મળી શકે છે. ભાજપ વર્તુળોના જણાવ્યા મુજબ પ્રદેશ પ્રમુખની ગતિવિધિ શરૂ થઈ છે. લાંબા સમયથી પ્રદેશ પ્રમુખની પસંદગીમાં ‘તારીખ પે તારીખ ‘ જેવો ઘટના ક્રમ થઈ રહ્યો છે પરંતુ જેમ અચાનક શહેર જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત થઈ એવી જ રીતે પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવા તરફ હાઈ કમાન્ડ આગળ વધી રહ્યું હોય તેવું મનાઈ રહ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીના ઇન્ચાર્જ ભુપેન્દ્ર યાદવ પણ હવે બે ત્રણ દિવસમાં જ ગુજરાત આવશે તેવું સૌ કોઈ લોકો જણાવી રહ્યા છે.