આપણું ગુજરાત

બહેનની જાણ બહાર સહી કરવી પિતરાઇ ભાઈએ લીધી 40 લાખની લોન; કોર્ટની નોટિસથી ફૂટ્યો ભાંડો

રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ચોંકવાનારી ફરિયાદ નોંધાઈ છે. અહી એક પિતરાઇ ભાઈએ ગોંડલ રોડ પર રહેતા મહિલાના નામની ખોટી સહી કરી રૂપિયા 40 લાખની લોન લઈ લીધી હતી. જ્યારે કોલકાતા કોર્ટ તરફથી નોટિસ મળી ત્યારે સમગ્ર ઘટનાની મહિલાને જાણ થઇ હતી. ત્યારબાદ તેમણે પીતરાઇ ભાઇ વિધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ
આ અંગે રાજકોટના ગોંડલ રોડ પર પીડીએમ માલવિયા કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક પાસે રહેતા બ્રિન્દાબેન પટેલ દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના પિતરાઈ ભાઈ અમિત બોરડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તેમણે નોંધાવ્યું છે કે હાલ તેઓ ઘરેથી જ સર્વિસ પ્રોવાઈડરનું કામ કરે છે. તેમના પતિ ચારેક વર્ષથી આફ્રિકાના જાંબીયા દેશમાં કંપનીમાં નોકરી કરે છે.

પેઢીમાંથી થઈ ગયા હતા છૂટા
વર્ષ 2017માં તેણે તેના ઘરના ઉપરના માળે ભાડે રહેતા તેના પિતરાઈ ભાઈ અમિત બોરડ સાથે મળી ભાગીદારીમાં શ્રી પાવડર કોટીંગ નામની ગોંડલ રોડ ઉપર પેઢી શરૂ કરી હતી. જેમાં તે લોખંડના પાર્ટસને કલર કરવાનું જોબવર્ક કરતા હતા. આ પેઢીના ડીડમાં માત્ર તેનું નામ જ રાખેલું હતું. પેઢીનો બધો વહિવટ તેના વતી પતિ નિરજભાઈ અને આરોપી અમિત કરતા હતા. પતિ વિદેશ હોય આથી દીકરાના અભ્યાસમાં ધ્યાન આપવા માટે તેમણે પેઢીમાંથી છુટા થઈ ગયા હતા.

Also read: રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાત્રે યુવતીની છેડતી કરનારા ચાર જણની ધરપકડ

કઈ રીતે થઈ જાણ?
ત્યારબાદ ડિસેમ્બર 2024માં પોસ્ટ મારફતે કલકતાની કોર્ટ તરફથી બે નોટિસો મળી હતી. જેમાં કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતુ. ફરિયાદીએ આ અંગે આરોપીને પૂછ્યું હતું હતું પણ કઈ સરખો જવાબ નહોતો આપ્યો. આથી ફરિયાદીએ આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરતાં આરોપીએ મોર્ગેજ લોન લીધી હોવાનું સામે આવ્યું હતું અને તેના ડોક્યુમેન્ટમાં તેની સહીઓ પણ જોવા મળી હતી. ત્યારબાદ તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button