નારાયણ સાંઈને મળ્યા જામીન, જોધપુર જેલમાં બંધ પિતા આસારામ સાથે 11 વર્ષ પછી થશે મુલાકાત
સુરતઃ સુરતની લાજપોર જેલમાં બંધ બની બેઠેલા ભગવાન આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટે તેના પિતાને મળવા માટે જામીન આપ્યા છે. તે જોધપુર જેલમાં તેના પિતાને 4 કલાક સુધી મળી શકશે. કોર્ટે પિતા-પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈ હાજર ન રહે તેવો પણ આદેશ આપ્યો છે. નારાયણ સાઇ તેની માતા અને બહેનને પણ મળી શકશે નહીં.
11 વર્ષથી જેલમાં બંધ છે આસારામ
આસારામ બાપુ છેલ્લા 11 વર્ષથી જેલમાં બંધ છે. આ કારણે નારાયણ સાંઇ તેના પિતાને મળી શકતો નથી. ગુજરાત હાઇકોર્ટે માનવતાના ધોરણે નારાયણ સાઈની પિતાને મળવાની અરજી મંજૂરી કરી હતી. નારાયણ સાંઈને સુરત જેલથી વિશેષ વિમાનથી જોધપુર લાવવામાં આવશે. આ દરમિયાન એક એસપી, એક પીઆઈ, બે હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ હાજર રહેશે.
આ પણ વાંચો : આજીવન કારાવાસની સજા ભોગવનાર આસારામને અચાનક મુંબઈ લવાયા, જાણો કારણ?
પ્રતિ કલાક 5 લાખ રૂપિયા ખર્ચ તરીકે જમા કરાવવા પડશે
ઉપરાંત કોર્ટે નારાયણ સાંઇને સચિન પોલીસ સ્ટેશનને પ્રતિ કલાક 5 લાખ રૂપિયા ખર્ચ તરીકે આપવાનો આદેશ કર્યો છે. સચિન પોલીસ સ્ટેશનમાં પૈસા જમા કરાવ્યા બાદ જ સરકાર કલાકને લઈ ફેંસલો લેશે. જે બાદ જોધપુર જેલમાં પિતા આસારામ સાથે મુલાકાત કર્યા બાદ નારાયણ સાઈને ફરી લાજપોર જેલ લાવવાનો અને કોર્ટને રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શું છે મામલો
2013માં સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાઇ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. બંને બહેનોએ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2002 અને 2005માં પિતા અને પુત્રએ વારંવાર તેમની હવસનો શિકાર બનાવી હતી. બંને બહેનો આસારામ આશ્રમમાં સાધક બનીને રહેતી હતી. આ દરમિયાન આસારામ અને નારાયણની પત્નીઓ જે તેમને તેની પાસે લઈ જતી હતી. જે બાદ બંને બાપ-દીકરો હવસનો શિકાર બનાવતા હતા.
પીડિતાએ એમ પણ જણાવ્યું હતુંક , નારાયણ સાઈએ તેનું અનેક જગ્યાએ લઈ જઈ શારીરિક શોષણ કર્યુ હતું. આ ઉપરાંત અપ્રાકૃતિક સંબંધ પણ બાંધતો હતો. તે ઘણી યુવતિઓ સાથે આમ કરતા હતા. તેમના અનેક યુવતિઓ સાથે સંબંધ હતા. જ્યારે કોઈ યુવતિ તેમની સામે દુષ્કર્મની ફરિયાદ કરવાનું કહેતી તો તે તેમને ખૂબ પ્રેમ કરે છે તેમ રહેતા. એટલું જ નહીં લવ લેટર લખીને તેમના પ્રેમનો એકરાર પણ કરતા હતા. દિલ્હી પોલીસે ડિસેમ્બર 2013માં તેની ધરપકડ કરી હતી.