Gujarat માં પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહના કેસ પરત ખેંચવા કોર્ટની મંજૂરી…

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વર્ષ 2015 થી 2019 સુધી પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાની હેઠળ ચાલેલા પાટીદાર આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ(Hardik Patel)સહિત અનેક પાટીદારો પર પોલીસે રાજદ્રોહ સહિતના અનેક કેસો દાખલ કર્યા હતા. જેને પરત ખેંચવા સરકારે કોર્ટમાં દરખાસ્ત કરી હતી. જેને કોર્ટે મંજૂરી આપી દીધી છે.
Also read : ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં બિલાડીમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ, તંત્રમાં દોડધામ
પાટીદાર યુવાનો પર રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા
ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર સમાજના યુવકોને અનામત મળે તે માટે યુવાનો દ્વારા સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું.જે હેઠળ ઓગસ્ટ 2015માં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવકો એકત્ર થયા હતા. જેમાં અનામતની બુલંદ માંગણી કરી હતી. જો કે, આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ પણ કર્યો હતો અને અનેક યુવકો વિરૂદ્ધ રાજદ્રોહના કેસ પણ કર્યા હતા.જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતના નેતા અને સમાજના આગેવાનો સામે રાજદ્રોહના કેસ થયા હતા.
Also read : રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે ગુજરાતમાં પ્રથમ
પાટીદાર અગ્રણીઓને મોટી રાહત મળી
જ્યારે થોડા દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયે આગેવાનો સામે થયેલા રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં કેસને પરત ખેંચવાની દરખાસ્ત કરી હતી. જેને હવે કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટના નિર્ણયથી રાજદ્રોહના કેસમાં સંડોવાયેલા પાટીદાર અગ્રણીઓને મોટી રાહત મળી છે.