રાજ્યમાં કોરોનાના વધતા કેસને પગલે સરકારી હોસ્પિટલોમાં કોરોના વોર્ડ થશે શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં કોરોનાના વધુ છ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરમાં નોંધાયેલા કોરોના કેસમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે, બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કેસ ફરી વધતા રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને અગમચેતીના ભાગરૂપે તૈયારી રાખવા તાકીદ કરી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રએ પણ કોરોના ૪૦ બેડનો વોર્ડ શરૂ કરવા તજવીજ હાથ ધરી હતી. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ ફરી વધતા રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને અગમચેતીના ભાગરૂપે તૈયારી રાખવા તાકીદ કરી છે. અમદાવાદ શહેરમાં છ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા હતા. આ ૬ કેસ નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાંથી નોેંધાયા છે. કોરોના વાઈરસના જે છ કેસ નોંધાયા છે, તેમની ઉંમર ૨૫થી ૬૦ વર્ષની વચ્ચે છે. છ કેસમાંથી ત્રણ કેસની હિસ્ટ્રી વિદેશથી આવેલા લોકોની છે. ત્રણ દર્દીઓ અમેરિકા અને સિંગાપુરથી આવેલા છે. હાલ અમદાવાદ મનપાના ચોપડે કુલ ૧૨ એક્ટિવ કેસ નોંધાયેલા છે. ઉ