આપણું ગુજરાત

ગુજરાતમાં કેટલા ગ્રાહક સુરક્ષા મંડળ છે કાર્યરત? એક વર્ષમાં 6000 લોકોને આપ્યું માર્ગદર્શન…

ગાંધીનગરઃ ગ્રાહક સુરક્ષા આજે એક મોટો મુદ્દો છે. રાજયમાં ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક હેલ્પલાઈન નંબર 18002330222 કાર્યરત છે. જેમાં ગ્રાહકોને પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં આ નંબર પરથી મળેલ ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Tourism: ધોરડોમાં નીચે સફેદ રણ અને ઉપર રંગ-બે-રંગી આકાશઃ આજથી પતંગોત્સવની શરૂઆત

હાલ રાજ્યભરમાં અંદાજે ૫૩ જેટલા ગ્રાહક સુરક્ષા મંડળો કાર્યરત છે. આ મંડળીઓ દ્વારા ગ્રાહકોને જાગૃત્ત કરવા છેલ્લા ત્રણ વર્ષમાં ૫૪૪ શિબિર- વર્કશોપ, ૪૬૮ સેમિનાર, પરિસંવાદ, વેબિનાર તેમજ ૪૯૮ ગ્રામ શેરીસભા યોજવવામાં આવી છે. જ્યારે ૪.૨૪ લાખથી વધુ ગ્રાહક જાગૃતિની પત્રિકા અને ૧.૫૩ લાખથી વધુ પાક્ષિક- માસિક પ્રસિદ્ધ કરી ગ્રાહકોમાં જાગૃતિ કેળવવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા છેલ્લા ૩ વર્ષમાં ગ્રાહક સુરક્ષાની ૪,૩૭૩ ફરિયાદો મધ્યસ્થા અને સમજાવટ કરીને પૂર્ણ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૦માં ગ્રાહકોને નિઃશૂલ્ક સલાહ આપવા રાજ્યમાં ગ્રાહક સલાહકાર કેન્દ્રો જુદા- જુદા ૨૧ સ્થળે સ્થાપવામાં આવ્યા છે. આ કેન્દ્રો દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ ૬ હજારથી વધુ ગ્રાહકોને નિ:શૂલ્ક સલાહ તેમજ માર્ગદર્શન આપી તેમની સમસ્યા દૂર કરી છે. રાજ્યના ભવિષ્યના ગ્રાહકો સશક્ત અને જાગૃત બને તે માટે ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા શાળા અને કોલેજ કક્ષાએ કન્ઝ્યુમર્સ ક્લબ યોજના હેઠળ ક્લબ સ્થાપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં અંદાજે બે હજાર શાળા કન્ઝ્યુમર્સ અને ૫૦૦ કોલેજ કક્ષાએ કન્ઝ્યુમર્સ ક્લબ કાર્યરત છે. જેમાં દર વર્ષે કલબ દિઠ રૂ. ૫,૦૦૦ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો : કચ્છના ક્રીક વિસ્તારમાંથી ફરી પાકિસ્તાની ઘુસણખોર પકડાયો…

ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા ક્ન્ઝયુમર્સ અર્ફેસ એન્ડ પ્રોટેકશન એજ્ન્સી મારફતે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિઓને પણ સામેલ કરી લોકશાહી ઢબે નિર્ણય નિમાર્ણની કામગીરી હાથ ધરવામાં આવે છે. સાથે જ રાજ્યભરમાં આવેલા ગ્રાહક સુરક્ષા મંડળોને નાણાકીય સહાય અપાય છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાના ગ્રાહક સુરક્ષા મંડળને વાર્ષિક રૂ.૭૫ હજાર, રૂ. એક લાખ જિલ્લાકક્ષા તેમજ રૂ. ૧.૨૫ લાખ મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાની મંડળીઓને ચૂકવવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button