આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડ વચ્ચે મ્હેંકી માનવતાઃ નાનકડી બાળકીનું ચક્ષુદાન કરાવી કોન્સ્ટેબલે સમાજને નવી રાહ ચીંધી..

રાજકોટઃ રાજકોટમાં ગેમ ઝોનનો અગ્નિકાંડનો મુદ્દો શાંત પડ્યો નથી, જ્યાં ગેમ ઝોનમાં અનેક બાળકો મોતને ભેટ્યા છે ત્યારે અહીંના પોલીસ કોન્સ્ટેબલના પરિવારે ઉમદા કાર્ય કરીને સમગ્ર સમાજ માટે નવી મિસાલ કાયમ કરી છે. સમાજમાં જ્યારે નાના માણસ દ્વારા લોક ઉપયોગી ઉમદા કાર્ય કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે સમાજના તમામ વર્ગના લોકો દ્વારા તેની નોંધ લેવામાં આવે છે. ઉપરાંત આવું પરોપકારનું કામ જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવે છે, ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર ખરા અર્થમાં સાર્થક થાય છે. કોન્સ્ટેબલના પરિવારે કરેલા ઉમદા કાર્યને કારણે ફરી એક વખત રાજકોટ શહેર ચર્ચામાં આવ્યું છે તો જાણીએ સમગ્ર ઘટના.

રાજકોટ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રઘુવીરદાન અજીતદાન ઈશરાણિ (ગઢવી)ને સંતાનમાં આજથી છ-એક માસ પહેલા એક દીકરી આયલબા રઘુવીરદાન ઈશરાણિ (ગઢવી)નો જન્મ થયેલ હતો. દીકરી આયાલબાને અઠવાડિયા પહેલાં કિડની અને લિવરની તકલીફ થતાં તેને અમદાવાદ કિડની હોસ્પિટલ સારવાર માટે દાખલ કરેલ હતી.

constable-little-daughter-became-eye-donor



સારવાર દરમિયાન ડૉક્ટરો દ્વારા જરૂરી રિપોર્ટ કરી, નિદાન કરવામાં આવતા, દીકરી આયલબાની બનેં કિડની કામ કરતી ના હોય અને આગળ વધુ સારવાર કારગર નીવડે એમ ના હોય, જેથી હોસ્પિટલ ખાતેથી રજા આપી દીધેલ હતી. પરિવાર દ્વારા આયલબાને રાજકોટ કોઠારિયા નાકા ખાતે આવેલ દશા શ્રીમાળી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ અને સારવાર ચાલુ રાખવામાં આવેલ હતી. જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે ડોક્ટર દ્વારા દીકરીને મૃત જાહેર કરી હતી.

ગઢવી પરિવારની વ્હાલસોયી દીકરી આયલબા નું અવસાન થતાં, પરિવાર દ્વારા આયલબાના અંગોનું દાન કરવાનું નક્કી કરી ડોકટર પાસે ઈચ્છા વ્યક્ત કરતા ડોકટર દ્વારા દીકરીની બંને આંખો ડોનેટ કરી શકાય, તેવું જણાવતા, પરિવાર દ્વારા દીકરીને બંને આંખ ડોનેટ કરવાનો નિર્ણય લેવા માં આવેલ હતો. આ બાબતે જી. ટી. શેઠ આંખની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી, રાત્રિ દરમિયાન ડોક્ટરની ટીમ દ્વારા આંખની જરૂરી કાર્યવાહી કરી, માત્ર છ માસની દીકરી આયલબાની બને આંખ ડોનેટ કરવામાં આવેલ હતી.

આયલબાના પિતા રઘુવીર દાન ગઢવી રાજકોટ શહેર પોલીસ ખાતે ફરજ બજાવે છે અને પોતાની પુત્રી ની આંખ ડોનેટ કરી, ખરા અર્થ માં સમાજ સેવક અને પ્રજા સેવક તરીકે સમાજ ને એક ઉદારણ પૂરું પાડી, બીજાના કોઈ બાળકને અંધાપો દૂર કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરી, એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડેલ છે. પોલીસ કોન્સ. રઘુવીર દાન ગઢવીની સેવાકીય ભાવનાની પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી, નાયબ પોલીસ કમિશનર સજ્જન સિંહ પરમાર, પાર્થરાજસિંહ ગોહિલ, સુધીર દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker