આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કૉંગ્રેસ લોકસભાની બે બેઠક આપશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેની રણનીતિ ભાજપ અને કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઘડવામાં આવી રહી છે, બીજીલ બાજુ ભચ સહિતના ચારથી છ બેઠકો માગી રહેલી આમ આદમી પાર્ટીને કૉંગ્રેસે બે બેઠકો ફાળવી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
એવું પણ કહેવાઇ રહ્યું છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આપ અને કૉંગ્રેસ વચ્ચે ગઢ બંધનની ફોર્મ્યુલા નક્કી કરી લેવામાં આવી છે.
કૉંગ્રેસ 24 બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે આપને ને ભરૂચ અને ભાવનગરની બેઠક ફાળવવામાં આવી શકે છે.
આપ અને કૉંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી પહેલાં બેઠકોનું ખેંચતાણ ચાલી રહ્યું છે. જેના માટે આખરે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સૌથી વધુ ચર્ચા ચૈતર વસાવાની ઉમેદવારી અંગે થઈ રહ્યું હતું, જેમાં આપ અને
કૉંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ભરૂચ બેઠકથી ચૂંટણી લડી શકે છે.
બીજી બાજુ કૉંગ્રેસના સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પોતાની પ્રતિક્રિયા ટ્વિટર પર પોસ્ટ કરતાં લખ્યું કે, છેલ્લી લડાઈ સુધી સન્માન સાથે લડીશું અને લડતા રહીશું. આ અંગે ગઠબંધનના ઉમેદવાર બાદ કૉંગ્રેસમાં વિવાદ વધી શકે છે. આ તરફ કૉંગ્રેસ નેતાએ જણાવ્યું કે, અમે અમારો મત રજૂ કર્યો છે. નિર્ણય મોવડીમંડળ દિલ્હીમાં કરશે.
ગઠબંધન મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન થયું છે. આ માટે ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઇથી લડશે. તેમજ આ લોકસભા ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 બેઠક નહીં જીતી શકે.
આ ઉપરાંત આપના ભચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાનું નિવેદનમાં જણાવ્યું હતું કે, ભરૂચ બેઠક પરથી અમારી જીત થશે. લોકસભાની ચૂંટણી આપ અને કૉંગ્રેસ સાથે લડશે. તમામ માટે અવાજ બનીશ અને લોકો માટે કામ કરતાં રહીશું. આ માટે ભરૂચ લોકસભામાં યાત્રા શરૂ કરી છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button