એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે કોંગ્રેસનું હલ્લાબોલ
રાજકોટ: કોંગ્રેસના આગેવાનો રોજબરોજ ટીઆરપી અગ્નિકાંડને લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને પોલીસ ખાતું કલેક્ટર ઓફિસ કોર્પોરેશન વગેરે જગ્યાએ આવેદનપત્રો આપી રહ્યું છે કે આજે 27 માસુમ લોકોના જીવ ગયા છે તેની પાછળ જે જે અધિકારીઓ કે પદાધિકારીઓ કે રાજકારણીઓ જવાબદાર હોય તેની સામે કડક પગલાં લેવામાં આવે.
આજરોજ રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનને શહેર પ્રમુખ અતુલ રાજાણી અગ્રણીઓ ગાયત્રીબા વાઘેલા અશોકસિંહ વાઘેલા વશરામ સાગઠીયા કૃષ્ણદત રાવલ ગજેન્દ્રસિંહ ઝાલા તથા સંજય લાખાણી અને અન્ય અગ્રણીઓએ એચડી પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી અને આક્ષેપો કર્યા હતા કે મીડિયા જ્યારે આ અધિકારીઓની મિલકત જાહેર કરી શકે છે તો તમારું ખાતું આજ સુધી કેમ આ વાતને ઉજાગર કરી શક્યું નહીં. સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય અને કડકમાં કડક પગલાં લેવાય તેવી રજૂઆત કરી છે.
કોંગ્રેસ પક્ષ છેલ્લા થોડા સમયથી વિરોધ પક્ષની ભૂમિકામાં સંપૂર્ણ આવતું જાય છે.
Also Read –