‘મારી અંતિમ વિધિ સુધી હું કોંગ્રેસમાં જ’ – કઈ ફાયર બ્રાન્ડ મહિલા નેતાએ આપ્યું આવું નિવેદન ?

લોકસભા 2024 ની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના 26 એ 26 બેઠક જીતવાના સપનાને એક બેઠકથી વંચિત રાખી, સતત ત્રણ લોકસભામાં હેટ્રીકના સપનાઓ ચકનાચૂર કરનારા ફાયરબ્રાંડ મહિલા નેતા ગેની બહેન ઠાકોર બનાસકાંઠાથી લોકસભા બેઠક જીતી ગયા. હવે વાવ વિધાનસભાની વિધાનસભા બેઠક ખાલી પડી છે ત્યારે,ગેની બહેન આ બેઠક પણ કોઈ પીએન ભોગે કોંગ્રેસ જાળવી રાખે તેની તૈયારીમાં પડ્યા છે. આજે બનાસકાંઠામાં સાંસદ આભાર દર્શનના એક કાર્યક્રમમાં મોટી સંખામાં જન મેદની ઉમટી પડી હતી. આ તકે સાંસદ ગેની બહેને પોતાના ઉદબોધનમા કહ્યું કે, ‘મારી અંતિમવિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશ.’ તેઓએ આમ કહીને વાવ વિધાનસભા બેઠક પર થનારી પેટા ચૂંટણીમા કોંગ્રેસને ભાવિ જીત અપાવવા પણ હાકલ કરી હતી.
સાંસદ આભાર દાએર્શ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ગેની બહેન ઠાકોરે કહ્યું કે, હું મારા છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસની અડીખમ કાર્યકર્તા રહીશ , હું કોંગ્રેસ નહીં છોડું. હૂઁ પાર્ટી છોડી રહી છું,તેવો મારા માટે આપ પ્રચાર કરનારા આવા તત્વોને હું જાહેરમાં પડકાર ફેંકું છુ.આગળ ઉમેરતા કહ્યું કે, વિજય થયા બાદ મારા મતદારોનો આભાર માનવા આવી છું. અને સાથે સાથે મેં આપેલું વચન પૂર્ણ કરવા મારા મતદાર ભાઈ-બહેનોને મામેરાની માતર ખવરાવવા પણ આવી છું. બહેન ભાઈને માતર ખવરાવે તેના બદલામાં મારે હીરા મોતી નથી જોઈતા. પરંતુ આગામી સમયમાં વાવ બેઠકની યોજાનારી પેટા ચૂંટણીમાં મત આપી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવા અપીલ કરી હતી.
સરકારના ટેક્સ ગબ્બરસિંહ જેવા- શક્તિસિંહના ચાબખા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે. ગેનીબેન બનાસની બેનની સાથે સાથે હવે દેશની બેન કહેવાતા થઈ ગયા છે. જેનું પાર્ટીને ગૌરવ છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકારે ગબ્બરસિંહ જેવો ટેક્ષ નાખી ખેડૂતોને ચિંતાગ્રસ્ત કરી દીધા છે. ખેડૂતોના ટેક્ટર ખેતીમાં વપરાતી જંતુ નાશક દવાઓ બિયારણો ઉપર ટેક્સ નાખી દીધા છે જ્યારે પ્લેટીનિયમ જેવી ધાતુઓ ઉપર ટેક્સ ઘટાડી કોને રાજી કરાયા છે. વધુમાં જણાવ્યું હતું કે નર્મદા ખેડૂતોને 19 લાખ હેકટર જમીનની પિયત પાણી આપવાની જગ્યાએ માત્ર 9 લાખ હેકટરમાં પાણી આપી 10 લાખ હેકટર જમીન ખેડૂતોના નર્મદાના નીર ઉપર કાતર મૂકી બાકીનું પાણી ઉદ્યોગપતિઓને આપી દીધું છે.