આપણું ગુજરાત

અસલી ખેલાડી કોણ?: બાડોલીની નકલી કચેરી મામલે કૉંગ્રેસે કર્યો સવાલોનો મારો

ગુજરાતના છોટાઉદેપુરના બોડેલીમાં કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડીવીઝનલ બોડેલી નામની બનાવટી કચેરી બનાવીને સંદીપ રાજપૂત નામની વ્યક્તિએ ૨૬ જુલાઈ, ૨૦૨૧થી ટ્રાયબલ સબ પ્લાન કચેરી, છોટાઉદેપુર ના સરકારી નાણાં ખંખેરી રહ્યા ની હકીકત બહાર આવી છે ને તેની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવટી કચેરીએ અત્યાર સુધીમાં ૯૩ સરકારી કામો કરવા ના નામે કુલ ૪.૧૫કરોડ રુપિયા ખંખેરી લીધા છે. આ ખબર બહાર આવતા સરકારે તપાસના આદેશ આપી ગુનો નોંધી કાર્યવાહી કરી છે, પરંતુ વિરોધપક્ષ કૉંગ્રેસે સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો છે અને ગુજરાતની જનતાને આના જવાબ આપવાની માગણી કરી છે. કૉંગ્રેસના પ્રવક્તા અને કન્વીનર ડૉ. મનીષ દોશીએ સરકાર સામે સવાલો કર્યા છે અને સરકાર પાસેથી જવાબો માગ્યા છે.

આ બનાવટી અધિકારી અત્યાર સુધી આયોજનની મિટિંગોમા પણ આવ્યો છે. જેમાં પ્રભારી મંત્રી ,કલેકટર , ટ્રાયબલ સબ પ્લાન ઓફિસર, ધારાસભ્યો, સાંસદ, તાલુકા પ્રમુખ, જીલ્લા પ્રમુખ… સલાહકાર સમિતિ સભ્યો બેસતા હોય છે.

કરોડોના કૌભાંડના અસલી ખેલાડી કોણ ?

રાજ્યમાં રોજ નીત નવા કૌભાંડોની હારમાળા વચ્ચે લાંબા સમયથી વિવિધ ક્ષેત્રમાં ચાલતા ડમી અને ડુપ્લીકેટના ધમધમતા વેપલા અંગે ભાજપ સરકાર કેમ લીપાથોપી કરી રહી છે ?

ભાજપ સરકારમાં નકલી અધિકારીઓ બાદ આખી નકલી સરકારી કચેરી પણ ધમધમે, આ તો કેવી સરકાર?

મોટી રાજકીય વગ, મોટા અધિકારીઓના આશિર્વાદ અને મેળાપીપણા વગર નકલી સરકારી કચેરી બે-બે વર્ષ સુધી શું ચાલી શકે ?

શું એટલા અભણ અધિકારીઓ બેઠા છે કે નકલી ફાઈલો પણ પાસ કરશે ?

• નકલી સરકારી કચેરીના નામે ૭૧ ફાઈલો પાસ થઇ ગઈ કોને ખબર ન પડી ?
• નકલી સરકારી કચેરીની જંગી રકમની ચુકવણી કોની મીઠી નજર હેઠળ થઇ ?
• શું પ્રયોજન વહીવટદારની કચેરીની રહેમ નજર હેઠળ આમ થયું છે ?
• ગ્રાન્ટ ફાળવણી અને બીલો ચુકવવાની પ્રક્રિયા પારદર્શિત કેમ ન થઇ ?
• બે-બે વર્ષ સુધી ભેજાબાજો કાંડ આચરતા રહ્યા, શું તંત્ર ઊંઘતું હતું ?
• દરખાસ્ત પસાર કરવવા સાત કોઠા વીંધવા જેવી સ્કીમમાં કૌભાંડ કઈ રીતે રચાયું ?
• ખોટી સરકારી કચેરીના નામે ૯૩ કાર્યો કેવી રીતે થયા પાસ ?
• સવા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઉપરી અધિકારીઓ એ કેમ કરી પાસ ?
• આટલા લાંબા સમય સુધી ૯૩ જેટલા સરકારી કામો ને આટલી મોટી રકમ કેવી રીતે વાપરી ?
• તેના કામોની ભલામણ કોણે કરી ? તેને મળેલા સરકારી નાણાં કોના એકાઉન્ટ માં જમાં થયા?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button